નડિયાદ સહિત ખેડા જિલ્લામાં હેલ્મેટ ડ્રાઈવ : પોલીસે નિયમભંગ કરનારા વાહનચાલકોને ઈમેમો આપ્યા
નડિયાદમાં કલેક્ટર કચેરી, પોલીસ અધિક્ષકની કચેરી સહિતની કચેરીઓના પ્રવેશદ્વાર પર સવારથી જ પોલીસે ચેકિંગ શરૂ કર્યું
રાજ્યમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં વધારો થતા ગુજરાત ડીજીપીએ હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરવા પરિપત્ર બહાર પાડ્યો હતો, જે અનુસંધાને નડિયાદ સહિત ખેડા જિલ્લામાં હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી, આ કાર્યવાહીમાં પોલીસે નિયમભંગ કરનારા વાહનચાલકોને ઈમેમો આપ્યા હતા.
નવા નિયમ મુજબ, ટુ-વ્હીલર પર સવારી કરનાર અને પાછળ બેસનાર બંને વ્યક્તિઓએ હેલ્મેટ પહેરવું આવશ્યક છે, જેથી નડિયાદ શહેરમાં કલેક્ટર કચેરી, પોલીસ અધિક્ષકની કચેરી અને સરદાર ભવન જેવી મુખ્ય સરકારી કચેરીઓના પ્રવેશદ્વાર પર સવારથી જ પોલીસે ચેકિંગ શરૂ કરેલ, હેલ્મેટ વગર આવતા વાહનચાલકોના ફોટોગ્રાફ્સ લઈને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ સાથે નિયમ બધા માટે સરખા છે, જેથી જાહેર જનતાની સાથે નિયમભંગ કરનારા પોલીસકર્મીઓને પણ દંડ કરવામાં આવ્યું હતું.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प