આપણી દેહાણ્ય જગ્યાઓએ 'દેહ'ની 'આણ્ય' સાથે સમાજની સેવા કરી છે. - મોરારિબાપુ
સેંજળધામમાં પાટોત્સવ, સમૂહ લગ્ન સાથે ભોજલરામબાપા જગ્યાને ધ્યાનસ્વામી બાપા સન્માન થયું અર્પણ
સેંજળધામમાં માઘ પૂર્ણિમા પર્વે પાટોત્સવ, સાધુ સમાજના સમૂહલગ્ન સાથે ભોજલરામબાપા જગ્યાને ધ્યાનસ્વામી બાપા સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો. આ પ્રસંગે મોરારિબાપુએ કહ્યું કે, આપણી દેહાણ્ય જગ્યાઓએ 'દેહ'ની 'આણ્ય' સાથે સમાજની સેવા કરી છે.
આપણી આધ્યાત્મિક ધાર્મિક ચેતના અને પરંપરામાં દેહાણ્ય જગ્યાઓનું મોટું પ્રદાન રહેલું છે, તેમ જણાવી મોરારિબાપુએ આવાં સ્થાનોની સમાધિઓ પૂજનીય રહ્યાનું કહ્યું. જડ એટલે સ્થિર સમાધિ, ચેતન સમાધિ, જળ સમાધિ, ભૂમિ સમાધિ, નિર્વિકલ્પ સમાધિ સાથે આદ્ય જગદગુરુ શંકરચાર્યજીનાં સૂત્રો મુજબ વાણી વિવેક, અપરિગ્રહ, કોઈ પાસે અપેક્ષા ન હોવી... વગેરે જીવતી પ્રતિભાઓની સમાધિ ગણાવી.
મોરારિબાપુએ આપણી દેહાણ્ય જગ્યાઓએ 'દેહ'ની પોતાનાં શરીરની 'આણ્ય' એટલે કે જાતનાં ભોગે, તમામ પરિસ્થિતિ સામનો કરવાં સાથે સમાજની સેવા કરી છે. આવી જગ્યાઓની આ વંદના થઈ રહી હોવાનું ઉમેર્યું.
ભોજલરામ બાપાની જગ્યા ( ભોજલધામ ફતેપુર ) માટે મહંત ભક્તિરામબાપુને મોરારિબાપુનાં હસ્તે ધ્યાનસ્વામી બાપા સન્માન અર્પણ થયું, આ વેળાએ સંતો મહંતો પણ જોડાયાં.
સંચાલન કરતાં હરિશ્ચંદ્રભાઈ જોષીએ ધ્યાનસ્વામી બાપા સન્માન ઉપક્રમ સંદર્ભે વાતચીત સંદર્ભ રજૂ કરી મોરારિબાપુ દ્વારા સત્ય, પ્રેમ અને કરુણા સાથે ભરોસો તત્વ ભરપૂર રહ્યાનું અને તેથી જ આવી વંદના તેમજ અન્ય ધાર્મિક સામાજિક આયોજનો થઈ રહ્યાનું જણાવ્યું.
સેંજળધામમાં માઘ પૂર્ણિમા પર્વે પાટોત્સવ, સાધુ સમાજના સમૂહલગ્ન સાથે આ સન્માન સમારોહ પ્રસંગે દુર્ગાદાસબાપુ ( સાયલા ), જાનકીદાસબાપુ ( કમિઝળા), લલિતકિશોરશરણબાપુ ( લીંબડી ) દ્વારા પ્રાસંગિક વક્તવ્યમાં આ પરંપરા અને તેને સન્માન આપવાની ભાવના સંદર્ભે મોરારિબાપુ પ્રત્યે અહોભાવ વ્યક્ત કર્યો.
પ્રારભે ઉપસ્થિતિ સંતો મહંતોનાં હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું. આ પ્રસંગે સેંજળધામમાં સૌ સંતો અને મહાનુભાવોને શબ્દો વડે તુલસીદાસજી હરિયાણીએ આવકાર્યા અને આ સન્માન, સમૂહ લગ્ન અને પાટોત્સવ પ્રસંગનો હરખ વ્યક્ત કર્યો. રઘુબાપા ( વીરપુર ), વિજયબાપુ ( સતાધાર ) તથા ભક્તિરામબાપુ ( સાવરકુંડલા ) તેમજ મોટી સંખ્યામાં સંતો, મહંતો અને મહાનુભાવો અંહિયા જોડાયાં.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प