सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

થરાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બનાસકાંઠા એલસીબીએ ડિસેમ્બરની શરૂઆતના દિવસે આઠ લાખથી વધુના મુદામાલ સાથે દારૂ ઝડપી પાડ્યો.

અલગ અલગ ત્રણ જગ્યાએ બે ગાડી તેમજ રહેણાંક મકાનમાંથી દારૂ ઝડપી પાડી થરાદ પોલીસ મથકે સોંપ્યો.

ભુરપુરી ગોસ્વામી
  • Dec 2 2024 6:12PM

બનાસકાંઠા જિલ્લા એલસીબી ટીમ થરાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે અલગ અલગ ત્રણ જગ્યાએથી આઠ લાખથી વધુના મુદામાલ સાથે દારૂ ઝડપી પાડતા ડિસેમ્બર મહિનાની શરૂઆતના પહેલા દિવસે એલસીબી પોલીસને મળી શુકનની શફળતા. જિલ્લા એલસીબી પોલીસ ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે દારૂ ભરેલી ગાડી ભોરડુ ગામ તરફથી ભાભર તરફ જનાર છે જેથી એલસીબી પોલીસે ઉંદરાણા ગામ નજીક વોચ ગોઠવઠા હકીકત બાતમી વાળી  બ્રેજા ગાડી આવતાં તેને રોકાવવાનો પ્રયાસ કરતાં ગાડી ચાલક એલસીબી પોલીસથી બચવા ગાડી ભગાડી મૂકી હતી જેથી આસોદર ગામ નજીક ગાડી રોડની સાઈડમાં ઉતરી જતાં એલસીબી પોલીસે દારૂ ભરેલી બ્રેજા ગાડી સહિત ચાલક મેરસિંહ નારણસિંહ રાજપૂત રહે હડેતર સાંચોર રાજસ્થાન વાળાને ઝડપી પાડી 6,11,130 ના મુદામાલ સાથે કુલ ત્રણ ઈસમો સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે જેમાં બે ઈસમોને ઝડપી પાડવા કેવાયત હાથ ધરી છે.

ત્યારે વધુમાં બાતમી મળી હતી કે ભરાતમાલા સિક્સ લાઈન રોડ ઉપર રાજસ્થાન તરફથી આવી રહેલ  રહેલ છોટાહાથી ડાલુ માંગરોળ નજીક આવતા એલસીબી પોલીસને જોઈને છોટા હાથી ડાલુ ચાલક ડાલુ મૂકીને નાશી જતાં એલસીબી પોલીસે ડાલુ ચેક કરતાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી દારૂની બોટલો મળી આવતાં કુલ  2,33,730 ના મુદામાલ સાથે છોટા હાથી ચાલક સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે.

જયારે એજ દિવસે વધુમાં માહિતી મળી હતી કે તાલુકાના જમડા ગામની સીમમાં રહેણાંક મકાનમાંથી 380 દારૂ બિયર ની બોટલો  જેની કિંમત રૂપિયા 40,636 દારૂ મળી આવતા દિલીપસિંહ થાનાજી રાજપૂત રહે જમડા વાળા સામે થરાદ પોલીસ મથકે ગુન્હો નોંધવામાં આવ્યો છે.

આમ એકજ દિવસમાં બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસે થરાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી અલગ અલગ જગ્યાયે કુલ આઠ લાખથી વધુનો મુદામાલ ઝડપી પાડતા બનાસકાંઠા એલસીબી પોલીસને ડિસેમ્બરના પહેલા દિવસે મોટી સફળતા મળી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें