વર્લ્ડ પેરા ટાઇકોન્ડો ચેમ્પિયનશિપમાં ખેલાડીએ બ્રોન મેડલ મેળવી એક અનોખી સિદ્ધિ આસલ કરેલ.
નડિયાદની મૈત્રી સંસ્થાનો દિવ્યાંગ પ્રિતેશ પટેલ અને સંસ્થાના ડાયરેક્ટર મેહુલભાઈ પરમાર નો વર્લ્ડ પેરા ટાઈકોન્ડો ચેમ્પિયનશિપમાં ભારત ની ટીમ તરફથી પ્રતિનિધિત્વ કરેલ.
આ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 30 કરતાં વધારે દેશના રમતવીરોએ ભાગ લીધો હતો.
ભારત દેશની ટીમમાં 1 રમતવીર પ્રિતેશ પટેલ અને 1 કોચ મેહુલકુમાર પરમારનું પ્રથમ વર્લ્ડ પેરા ટાઈકવોન્ડો પૂમસે ચેમ્પિયનશીપ, બેહરીન, 22 થી 29 નવેમ્બર, 2024 ગુજરાત રાજ્ય તરફથી ભારત દેશનું પ્રતિનિધિત્વ કરેલ.
આ સમગ્ર સ્પર્ધામાં પ્રિતેશ પટેલ બ્રોન મેડલ મેળવી એક અનોખી સિદ્ધિ હાંસલ કરેલ છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબે આત્મનિર્ભર નું સૂત્ર આપ્યું છે તેને પ્રિતેશ એ સાચા અર્થમાં ચરિતાર્થ કર્યું છે પ્રિતેશ ની આ સિદ્ધિથી ખેડા જીલ્લો તથા ગુજરાત રાજ્ય નું નામ રોશન કરેલ છે આ ચેમ્પિયનશિપમાં ભારત દેશ 17 મેડલ મેળવી વર્લ્ડ ચેમ્પિયનશિપ નો ખિતાબ પણ મેળવી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારત દેશનો ડંકો વગાડ્યો હતો.
મૈત્રી સંસ્થાના પ્રિતેશ પટેલને તથા કોચને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પોન્સરશિપ આપવા બદલ ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને મુકુલ માધવ ફાઉન્ડેશનનો ફાળો અમૂલ્ય બની રહ્યો હતો.