વાલોડ ખાતે બે દિવસ અગાઉ કોઈક અસામાજિક તત્વોએ ગૌ હત્યા કરી, જે બાબતે રોષે ભરાયેલ હિન્દુ સંગઠન એ વાલોડ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું
વાલોડ ખાતે બે દિવસ અગાઉ કોઈક અસામાજિક તત્વોએ ગૌ હત્યા કરી હિન્દુ વસ્તી નજીક ગૌવંશ નાં અવશેષો નાખી જતાં હિન્દુ સમાજ ની લાગણી દુભાવવાનું કાર્ય કર્યું હતું, જે બાબતે રોષે ભરાયેલ હિન્દુ સંગઠન એ વાલોડ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
વાલોડ પરાગ વડ ખાતે મોટી સંખ્યામાં હિન્દુ સમાજ ના લોકો ભેગા થઈને મામલતદાર કચેરીએ જઈને આવેદન પત્ર આપવામાં આવ્યુ.
હિન્દુ સંગઠન દ્વારા આરોપીઓ સામે કડક કાર્યવાહી માંગ કરી છે.
વાલોડ ગામમાં બનેલી ઘટનાને પગલે સમસ્ત હિન્દુ સમાજમાં રોષની લાગણી ફેલાય છે.
તાપી જિલ્લામાં દિન પ્રતિદિન ગૌ માસ અને ગાયોને કતલખાને લઈ જવાની પ્રવૃત્તિઓ વધી રહી છે, ગૌહત્યા કરનારાઓને જાણે કાયદાનો ડર નથી રહ્યો તે મુજબ ગૌ તસ્કરી અને ગૌ હત્યા બિન્દાસ પણે કરી રહ્યા છે.
આવા આ સામાજિક તત્વો સામે સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ઘટનાના ૪ દિવસ વીતી જવા છતાં હજુ સુધી કોઈ આરોપી પકડાયા નથી ત્યારે વાલોડ ગામમાં લોક ચર્ચા થઈ રહી છે કે ગૌવંશની હત્યા કરનારા કસાઈઓ ને પકડવામાં પોલીસ નો પનો ટૂંકો પડી રહ્યો છે, જેને પગલે હિન્દુ સમાજ દ્વારા પોલીસ પ્રશાસન વિરુદ્ધ નારાજગી દર્શાવવામાં આવી છે.
આવનારા સમયમાં આરોપીઓ નહીં પકડાય તો હિન્દુ સંગઠન દ્વારા રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને મળીને આ બાબતે યોગ્ય ન્યાય મળે તેવી રજૂઆત કરવાના છે.
જો યોગ્ય ન્યાય નહીં મળે તો ભગતસિંહ ના માર્ગે વાલોડમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે, અને વાલોડ બંધનું પણ એલાન આપવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારી છે.
બાઈટ (૧) :- સંજય ગામીત ( વાલોડ ગામના હિન્દુ આગેવાન )
(૨) :- સાજન ભરવાડ ( ગૌરક્ષક)
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प