ભાવનગરની મોરચંદ, રાણાધાર અને ભવાનીપરા પ્રાથમિક શાળામાં બાળકોને મીઠું મોં કરાવી શાળા પ્રવેશ કરાવતા રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમભાઇ સોલંકી
ભાવનગર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ - ૨૦૨૪ના બીજા દિવસે મત્સ્યોદ્યોગ અને પશુપાલન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમભાઇ સોલંકીએ ભાવનગરની મોરચંદ, રાણાધાર અને ભવાનીપરા પ્રાથમિક શાળામાં બાળકોને મીઠું મોં કરાવી ભૂલકાંઓને શાળામાં પ્રવેશોત્સવ કરાવ્યો હતો. શાળાની બાળાઓ દ્વારા કુમ કુમ તિલક કરી સ્વાગત કર્યું હતું.