CPR શું છે, CPR ક્યારે આપવું અને ક્યારે ન આપવું જોઇએ. આ જીવન-બચાવ કૌશલ્ય વિશે જાણકારી મેળવીએ
CPR શું છે? CPR એટલે કાર્ડિયો-પલ્મોનરી રિસસાઇટેશન. જેના હૃદયના ધબકારા બંધ થઈ ગયા હોય તેવા વ્યક્તિના મગજમાં અસ્થાયી રૂપે ઓક્સિજનયુક્ત રક્તનું પરિભ્રમણ કરવા માટે તે એક કટોકટીની સારવાર છે.સીપીઆર હાર્ટ એટેક અથવા ડૂબવાના કેસમાં જીવન બચાવનાર સાબિત થાય છે, જ્યાં પીડિતોના ધબકારા બંધ થઈ ગયા હોય અને તાત્કાલિક સારવારની જરૂર હોય. જ્યારે કોઈનું જીવન જોખમમાં હોય ત્યારે નિપુણતા જરૂરી નથી મૂળભૂત જ્ઞાન પૂરતું છે.