सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

આણંદની હેન્વી પટેલ એ શાસ્ત્રીય નૃત્યમાં ભારતીય વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું

આણંદ જિલ્લાની રાષ્ટ્રીય લેવલે બે વખત ભાગ લેનારી રાષ્ટ્રીય નૃત્યાંગના કુ. હેન્વી પટેલ એ 76 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજ હાથમાં રાખીને “વન્દેમાતરમ” ગીત પર શાસ્ત્રીય નૃત્ય કરવાનું આગવું કૌશલ્ય દર્શાવતો તેનો ઓનલાઈન વિડીયો મોકલ્યો હતો.

ભાવેશ સોની
  • Apr 7 2025 12:33PM
આણંદ જિલ્લાની રાષ્ટ્રીય લેવલે બે વખત ભાગ લેનારી રાષ્ટ્રીય નૃત્યાંગના કુ. હેન્વી પટેલ એ 76 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજ હાથમાં રાખીને “વન્દેમાતરમ” ગીત પર શાસ્ત્રીય નૃત્ય કરવાનું આગવું કૌશલ્ય દર્શાવતો તેનો ઓનલાઈન વિડીયો મોકલ્યો હતો.જેમાં સમગ્ર વિશ્વના વિવિધ સ્થળોએથી ભારતીય રાષ્ટ્રધ્વજને શ્રદ્ધાંજલિ આપીને વન્દેમાતરમ માટે નૃત્ય કરનારા લોકોની સૌથી વધુ સંખ્યા 3680 નો એક ભાગ બનવા બદલ ઇન્ડિયન બૂક ઓફ રેકોર્ડ એ નોંધ લઈને તેને મેડલ, બ્રોઝ, રેકોર્ડ સર્ટિફિકેટ તથા ઇન્ડિયન પેટ્રોટીક એવોર્ડ આપીને પ્રોત્સાહિત કરી હતી. 
 
ખાસ નોંધનીય બાબત એ છે કે 26 મી જન્યુઆરીનાં રોજ ભારતના સાંસ્કૃતિક વારસાને ચાહનારા 3680 કલાકારોએ ભારતીય શાસ્ત્રીય નૃત્યનાં વિવિધ પોશાક સાથે સુસજ્જ થઈને વન્દેમાતરમ પર હાથમાં રાષ્ટ્રધ્વજ પકડીને એક જ દિવસે અને એકજ સમયે નૃત્ય કરીને નૃત્ય થકી દેશને એકતાના તાંતણે બાંધવાનો સ્તુત્ય પ્રયત્ન કર્યો હતો.ભલે ને કથક,કથકલી,કુચીપુડી,ઓડીસી, ભારતનાટ્યમ ,મણિપુરી, મોહિનીઅટ્ટમ વગેરે શાસ્ત્રીય નૃત્ય શૈલીઓ અલગ-અલગ હોય છતાં પણ ના દેશના શાસ્ત્રીય નૃત્ય કલાકારોએ આ ભારતીય વર્લ્ડ રેકોર્ડનો ભાગ બનીને એકતાની મિસાલ રજૂ કરી હતી.જે બદલ આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, કર્ણાવતી મહાનગરનાં પ્રભારી, ભારત સરકાર નેશનલ એલ્યુમિનિયમ કંપની લીમીટેડ (NALCO) ભુવનેશ્વર(ઓરિસ્સા) નાં Independent Director સંજયભાઈ પટેલ એ દીકરી હેન્વી પટેલને અભિનંદન પાઠવીને  ભવિષ્યમાં નૃત્યકલા ક્ષેત્રે કામગીરી કરતા રહેવા માટે આશીર્વાદ આપ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार