सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

રામાયણની એક ચોપાઈ સમજાઈ જાય તો પણ જીવન માટે અમૃતવર્ષા અને કુંભસ્નાન - મોરારિબાપુ

પ્રયાગરાજમાં 'માનસ મહાકુંભ' પ્રસંગે જોડાયાં રાજ્યપાલ આનંદીબેન પટેલ

મૂકેશ પંડિત
  • Jan 25 2025 2:43PM
તીર્થરાજ પ્રયાગરાજમાં મહાકુંભમેળા પર્વે ચાલતી રામકથામાં મોરારિબાપુએ કહ્યું કે, રામાયણની એક ચોપાઈ સમજાઈ જાય તો પણ જીવન માટે અમૃતવર્ષા અને કુંભસ્નાન સમાન છે. રામકથા 'માનસ મહાકુંભ' પ્રસંગે રાજ્યપાલ આનંદીબેન પટેલ જોડાયાં અને પ્રસન્નતા વ્યક્ત કરી.

પરમાર્થ નિકેતન આશ્રમમાં મોરારિબાપુએ રામકથા 'માનસ મહાકુંભ' ગાન કરતાં કહ્યું કે, રામાયણની એક ચોપાઈ સમજાઈ જાય તો પણ જીવન માટે અમૃતવર્ષા અને કુંભસ્નાન સમાન છે. રામકથામાંથી માનસ અમૃતબિંદુઓ પ્રાપ્ત થાય છે. નેત્રામૃત, સાધુઅમૃત, સંતઅમૃત, ગિરામૃત, ક્રીપામૃત, સરિતામૃત, સૌંદર્યામૃત... સહિત મળતાં અમૃત બિંદુઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો.

રામકથા 'માનસ મહાકુંભ' પ્રસંગે રાજ્યપાલ આનંદીબેન પટેલ જોડાયાં અને પ્રસન્નતા વ્યક્ત કરી જણાવ્યું કે, મોરારિબાપુ દ્વારા વંચિતો માટે યોજાતાં કથા ઉપક્રમો વંદનીય છે. તેઓએ મહિલા સશકિતકરણ માટે પણ ઉપસ્થિત શ્રોતા સમાજને સંદેશો આપ્યો. 

તીર્થરાજ પ્રયાગરાજમાં રામકથામાં પરમાર્થ નિકેતન આશ્રમનાં સચ્ચિદાનંદજી સ્વામી, સાધ્વી ભગવતીદેવીજી અને સતુઆબાબાનાંનાં સંકલન સાથે સંતો મહંતો ધર્માચાર્યોની પ્રેરક ઉપસ્થિતિ સાથે તેઓ દ્વારા પણ પ્રાસંગિક વાતો થતી રહી.

મહાકુંભ સ્નાન સાથે કથાગંગામાં ભાવિક શ્રોતાઓને લાભ મળ્યો છે. ભજન, ભોજન અને તીર્થ દર્શન લાભ માટે મોટી સંખ્યામાં આસ્થાળુઓ જોડાયાં રહ્યાં.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार