જિલ્લા ન્યાયાલયના કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા નડિયાદ સંતરામ સાકરવર્ષા મેળામાં કાનૂની સેવા-સહાય માટે માહિતી સ્ટોલની સુવિધા
મેળાની મુલાકાતે આવતા નાગરિકોને કલ્યાણકારી યોજનાઓની માહિતી આપવામાં આવશે
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સુપ્રીમ કોર્ટ, દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદનાં આદેશાનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, નડિયાદનાં ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એન એ. અંજારીઆના નેતૃત્વ તથા માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નડિયાદનાં ફુલ ટાઈમ સેક્રેટરી ડી. બી. જોષી દ્વારા મફત અને સક્ષમ કાનૂની સેવા સહાયની માહિતીનાં પ્રચાર પ્રસારની કામગીરી નિયમિત રૂપે કરવામાં આવે છે.
જેનાં ભાગરૂપે તાલુકા કાનૂની સેવા સમિતિ, સિનિયર સિવિલ કોર્ટ, નડિયાદનાં ચેરમેન અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ જી ડી. પડીયા દ્વારા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, નડિયાદ તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ નડિયાદનાં સહકારથી નડિયાદ ખાતે સુપ્રસિદ્ધ સંતરામ સાકર વર્ષાનાં મેળામાં મુલાકાતે આવનાર તમામ નાગરિકોને મફત અને સક્ષમ કાનૂની સેવા-સહાય વિશે તથા ભારત સરકાર અને ગુજરાત સરકારની મહિલા અને બાળકોને લગતી તમામ કલ્યાણકારી યોજનાઓની માહિતી અને જાણકારી મળી રહે અને વધુમાં વધુ લોકો યોજનાઓનો લાભ લે તે હેતુસર મફત અને સક્ષમ કાનૂની સેવા સહાયનાં સ્ટોલનું તા.૧૨/૦૨/૨૦૨૫ થી તા.૧૪/૦૨/૨૦૨૫ સુધી સવારે ૧૦-૦૦ થી સાંજે ૦૬-૦૦ કલાક સુધી આયોજન કરવામાં આવેલ છે.
આ સ્ટોલમાં તા.૧૪/૦૨/૨૦૨૫ સુધી સવારે ૧૦-૦૦ થી સાંજે ૦૬-૦૦ વાગ્યા સુધી ઉક્ત તમામ સંસ્થાઓનાં લીગલ એઇડ ડીફેન્સ કાઉન્સેલ, પેનલ એડવોકેટ, મહિલા અને બાળકોનાં કો-ઓર્ડીનેટર તથા કાઉન્સેલર સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહીને માહિતી અને જાણકારી આપશે. જેનો વધુમાં વધુ લોકો લાભ લે તેવી અપીલ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, નડિયાદનાં સુપ્રિન્ટેન્ડેન્ટ એચ એન. ઠાકર દ્વારા અખબારી યાદીમાં જણાવેલ છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प