શિક્ષણકાર્ય માટે રૂ. ૪ કરોડનું દાન આપતા ચરોતરના વીર ભામાશા રમેશભાઈ છોટાલાલ પટેલ
સરસ્વતી વિદ્યાલયમાં કુલ ૩૦ વર્ગખંડો ધરાવતા ત્રણ માળના ભવનનું નિર્માણ
ભારતભૂમી ઉપર દાન અને શિક્ષણની પરંપરાઓ અનાદિ કાળથી ચાલી આવી છે. પ્રાચીન શાસ્ત્રોમાં દાનને શ્રેષ્ઠ કર્મ માનવામાં આવ્યું છે, અને શિક્ષણને આત્માનો ઉદ્ધાર ગણવામાં આવે છે. ભારતીય વિચારધારામાં, "વિદ્યાદાનમ્ મહાદાનમ્" એટલે કે શિક્ષણનું દાન શ્રેષ્ઠ દાનનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ગુરુ-શિષ્ય પરંપરાથી લઈને તક્ષશિલા અને નાલંદા જેવી ઐતિહાસિક શિક્ષણ સંસ્થાઓનો અતુલ્ય વારસો ભારતે વિશ્વને આપેલી જ્ઞાન અને દાનની મહાન પરંપરાઓની સાક્ષી પુરે છે.
શિક્ષણ ફક્ત જ્ઞાન પ્રદાન કરવાનો માર્ગ નથી, તે સમાનતા અને સમાજમાં પરિવર્તન લાવવાનો મજબૂત આધાર છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જણાવ્યા અનુસાર "શિક્ષણ એ તે હથિયાર છે જે આપણા જીવનમાં પરિવર્તન લાવી શકે છે." શિક્ષણએ ફક્ત ભણીને ડીગ્રી લેવા પુરતુ કાર્ય નથી પરંતુ શિક્ષણ થી આવેલ તેજનો પ્રકાશ સામાન્ય જનના કલ્યાણ માટે ઉપયોગી બને ત્યારે શિક્ષણની સિદ્ધિને ખરા અર્થમાં સાર્થક માની શકાય.
આજે વાત કરીએ ખેડાના ગળતેશ્વર તાલુકાનાં વતની, એનઆરઆઈ રમેશભાઈ છોટાભાઈ પટેલ જેમણે રૂ. ૪ કરોડનુ દાન આપીને પોતાના વસો ગામમાં વિશ્વકક્ષાની શાળા બનાવી છે જેનુ નામ છે સરસ્વતી વિદ્યાલય. રમેશભાઈની પ્રેરણાદાયી યાત્રા વિશે જાણીએ તો રમેશભાઈ નાનપણથી જ ભણવામાં ઉંડો રસ ધરાવતા હતા. ગળતેશ્વર તાલુકાના નાના એવા વસો ગામથી શરૂઆત કરીને પછી તેઓ અમેરિકા સ્થાયી થયા. વિદેશમાં રહેતા હોવા છતાં, તેમના હૃદયમાં વતન માટે કંઈક કરવાની ઝંખના રહેલી. આધુનિક શિક્ષણના માધ્યમથી ગામના બાળકોને સુશિક્ષિત કરવા વસો ગામમાં આધુનિક શાળાની સ્થાપનાનો વિચાર એમના મનમાં છવાયો. રમેશભાઈના શિક્ષણ માટે સહાયના આ વિચારોએ શાળા નિર્માણના સ્વપ્ને આકાર આપ્યો, જે આજે સરસ્વતી વિદ્યાલય તરીકે વસો ગામમાં ઊભી છે.
શાળાના ભવિષ્યના નિર્માણ માટે માતૃભૂમિ ચેરિટી ફાઉન્ડેશન યુ.એસ.એ, સ્વ. ચંચળબા કેળવણી ટ્રસ્ટ ડાકોર અને શ્રીજી સેવા ટ્રસ્ટ વસોના મજબૂત સહકારથી રમેશભાઈ દાન માટેની રકમ સરળતાથી આપી શક્યા. અને આમ તા.૩૦ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ લાભ પંચમના શુભ દિવસે સરસ્વતી વિદ્યાલય આદર્શ શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ. સરસ્વતી વિદ્યાલયમાં કુલ ૩૦ વર્ગખંડો ધરાવતા ત્રણ માળના ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં બાલવાટિકા થી ધોરણ ૮ સુધીના વર્ગખંડો, કોમ્પ્યુટર લેબ, પુસ્તકાલય, સંગીતરૂમ, વિજ્ઞાન લેબ અને રમકડાં રૂમ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. બાળકો માટે વિશાળ મેદાન, હીચકા, લપસણી, તેમજ રમતગમત સાધનો સાથે અભ્યાસ અને આરામનું સમતોલ માળખું ઉભું કરાયું છે.
શાળામાં એસીની સુવિધાવાળા વર્ગખંડો અને મધ્યાન ભોજન માટે વિશેષ રૂમ બનાવાયા છે. શૌચાલયથી લઈને પાણી માટેની બોરિંગ વ્યવસ્થા સુધીની તમામ તકેદારીઓ લેવામાં આવી છે. તા.૧૭ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ શાળાના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો, અને આ પ્રસંગે દાતા રમેશભાઈ તેમજ અન્ય શ્રેષ્ઠ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प