હરે કૃષ્ણ... હરે રામ... ભક્તિનાદ અને ભાવગાન સાથે પ્રયાગરાજ મહાકુંભમેળામાં ભગવત ગીતા વિતરણ
આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ દ્વારા યાત્રા સાથે થઈ રહ્યું છે સનાતન સંસ્કૃતિનું સદકાર્ય
હરે કૃષ્ણ... હરે રામ... ભક્તિનાદ અને ભાવગાન સાથે પ્રયાગરાજ મહાકુંભમેળામાં ભગવત ગીતા વિતરણ થઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ (ઈસ્કોન) દ્વારા આ ક્ષેત્રમાં યાત્રા સાથે સનાતન સંસ્કૃતિનું સદકાર્ય થઈ રહ્યું છે.
ભારતવર્ષનાં મહાન એવાં કુંભપર્વમાં પ્રયાગરાજનાં આ ક્ષેત્રમાં યાત્રા સાથે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ (ઈસ્કોન) દ્વારા સનાતન સંસ્કૃતિનું સદકાર્ય થઈ રહ્યું છે, જેમાં ભારત તથા વિદેશનાં ભક્તો સામેલ છે.
ચૈતન્ય મહાપ્રભુજીની ભક્તિ પરંપરા સાથે પ્રયાગરાજ મહાકુંભમેળામાં આવેલાં ભાવિક યાત્રિકોને કૃષ્ણ ભક્તિનો આ આયોજન દ્વારા પ્રેરક સંદેશો મળી રહ્યો છે. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ દ્વારા અપાયેલ કૃષ્ણ ભાવનામૃત સંદેશો ભક્તો દ્વારા હરે કૃષ્ણ... હરે રામ... ભક્તિનાદ અને ભાવગાન સાથે મળી રહ્યો છે. અંહીયા પ્રતિક શુલ્ક સાથે ભગવત ગીતા સહિત સાહિત્ય વિતરણ થઈ રહ્યું છે.
આ સંસ્થામાં રહેલાં દેશ વિદેશનાં ભક્તો દ્વારા યોજાયેલી યાત્રામાં તેઓ હરે કૃષ્ણ... હરે રામ... ધૂન સંકીર્તન અને ભાવ નૃત્ય સાથે કુંભ ક્ષેત્રમાં વિચરણ કરી રહ્યાં છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प