ગોંડલના મોવિયામાં બે કલાકમાં ૧૦ ઇંચ વરસાદ પડતા ખેડૂતોને કરોડોનું આર્થિક નુકસાન
ગોંડલ તાલુકાના મોવિયા ગામમાં તા. ૧૩/૧૦/૨૦૨૪ નાં રાત્રે ૧૦ થી ૧૨ ની વચ્ચે ગ્રામ પંચાયતના ચોપડે ૧૦ ઇંચ વરસાદ નોંધાયો છે.
ગોંડલ તાલુકાના મોવિયા ગામમાં તા. ૧૩/૧૦/૨૦૨૪ નાં રાત્રે ૧૦ થી ૧૨ ની વચ્ચે ગ્રામ પંચાયતના ચોપડે ૧૦ ઇંચ વરસાદ નોંધાયો છે. આ બે કલાક દરમિયાન આખા ગામની શેરીઓમાં ગોઠણસમા પાણી વહી રહ્યા હતા અને ગામનાં નદી નાળા છલકીને જઈ રહ્યા હતા. દશેરાના બીજા દિવસે પડેલા આ વરસાદે જગતના તાતને મુશ્કેલીમાં મૂકી દીધો છે. મોવિયા ગામનાં ખેતરોમાં મગફળીના પાથરા તણાઇને નદીઓ અને હોકળામાં જતા રહ્યા છે. મરચા અને કપાસના ઉભા પાકમાંથી ફાલ સંપૂર્ણપણે ખરીને નાશ પામ્યો છે. જેથી ગામનાં ખેડૂતોને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે. આટ આટલી કાળી મજૂરી કરીને, માથે દેવું કરીને ખેડૂતો બિયારણ, દવા અને ખાતર પાછળ ખર્ચા તો કરે છે પણ પેદાશ હાથમા આવતા પહેલા વરસાદનું વિઘ્ન આવતા મોવિયાના ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. બે કલાકના વરસાદી તાંડવથી મહેનત કરીને પેટીયું રડતાં ખેડૂત પર કુદરત કોપાયમાન થતા આખુ વર્ષ પસાર કરવા અને પેટનો ખાડો પુરવા જો સરકાર અને તંત્ર જાગે અને ખેડૂતોની સહાય કરવા આગળ આવે તો જ ખેડૂતો હવે બચી શકે એમ છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प