પૌષ્ટીક આહારમાં ભરપૂર ફાયદો અપાવતા લાલ ચોખા નર્મદા જિલ્લાના ખેડૂતો માટે આવકનો સારો સ્ત્રોત બન્યા
ફાઈબર અને એન્ટીઑકિસડન્ટ્સ સહિત મહત્વપૂર્ણ વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર લાલ ચોખા
નર્મદા જિલ્લો સુંદર પર્વતિય વિસ્તારો, નદીઓ અને આચ્છાદિત જંગલો માટે જાણીતો છે. જિલ્લામાં ખેડૂતો દ્વારા મિલેટ્સ સહિત અનેક પ્રકારના ધાન્ય પાકોની ખેતી કરવામાં આવે છે, જેમાં ઘઉં, જુવાર, બાજરી, મકાઈ અને ચોખાનો સમાવેશ થાય છે. જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વાળવાનો સઘન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જિલ્લાના ખેડૂતો ખેતી સાથે પુરક વ્યવસાય તરીકે પશુપાલન પણ કરી રહ્યા છે. જેથી ખેડૂતો હવે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ ટાળી દેશી ગાય આધારિત ખેતી તરફ વળી પ્રાકૃતિક ખેતીનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે.
એક કહેવત છે કે, ભાત મેલીએ પણ સાથ ન મેલીએ, પણ નર્મદા જિલ્લાના લાલ ચોખાનો આહારમાં સાથ અચૂક લેવાય અને તેનો ભાત તો ખવાય જ !, લાલ ચોખા પૌષ્ટીક આહારમાં ભરપૂર ફાયદા અપાવે છે. જિલ્લાના ખાસ કરીને ડૂંગરાળ વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતો દ્વારા લાલ ચોખાની મોટાપાયે ખેતી કરવામાં આવે છે. લાલ રંગના દાણા ધરાવતા આ ચોખા એન્ટીઓક્સિડન્ટ્સ, વિટામિન્સ અને ખનિજ તત્વોથી ભરપૂર હોય છે, જે તેને સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક બનાવે છે. લાલ ચોખા સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે જ પરંતુ પર્યાવરણ માટે પણ સારા છે. લાલ ચોખાની ખેતી કરવા માટે ઓછા પાણી અને ઓછા ખાતરની જરૂર પડે છે, જે તેને પર્યાવરણ માટે પણ અનુકૂળ પાક બનાવે છે.
બ્રાઉન રાઈસ (લાલ ચોખા)ની વિશેષતા અને ફાયદાઓ
ભારતીય ભોજન ભાત(Rice) વિના અધૂરું માનવામાં આવે છે. ભારતમાં તો કેટલાક રાજ્યોમાં ભાત એ લોકોનું મુખ્ય ભોજન છે. ભાતમાં કાર્બોહાઈડ્રેટ્સ અને ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જો કે, સફેદ અને બ્રાઉન રાઈસના પોતાના ફાયદા છે. લોકોમાં પણ સવાલ છે કે શું વ્હાઈટ રાઈસ શરીર માટે ફાયદાકારક છે કે બ્રાઉન રાઈસ. આવો જાણીએ બંનેના તફાવત વિશે તેમજ બ્રાઉન રાઈસના ફાયદાઓ વિશે.
બ્રાઉન રાઈસ એટલે શું?
બ્રાઉન રાઈસમાં અનાજના તમામ ભાગો, ખાસ કરીને બ્રાન(Bran) અને જર્મ(Germ) હોવાથી તે વધુ પૌષ્ટિક હોય છે. પરંતુ સફેદ ચોખામાં આ બંને વસ્તુઓ હોતી નથી અને જરૂરી પોષક તત્વો પણ બહુ ઓછા પ્રમાણમાં હોય છે, તેથી બ્રાઉન રાઈસ સફેદ ચોખા કરતાં વધુ આરોગ્યપ્રદ માનવામાં આવે છે.
બ્રાઉન રાઈસ ફેક્ટ્સ
US ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરના એક રિપોર્ટ મુજબ, સફેદ ચોખાના એક કપ(185 ગ્રામ)માં 242 કેલરી, 4.43 ગ્રામ પ્રોટીન, 0.39 ગ્રામ ફેટ, 53.2 ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ અને 0.56 ગ્રામ ફાઇબર હોય છે. જ્યારે એક કપ(185 ગ્રામ) બ્રાઉન રાઇસમાં 248 કેલરી, 5.54 ગ્રામ પ્રોટીન, 1.96 ગ્રામ ફેટ, 51.7 ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ અને 3.23 ગ્રામ ફાઇબર હોય છે. આ સિવાય સફેદ અને બ્રાઉન રાઈસમાં ફોલેટ અને આયર્ન પણ જોવા મળે છે.
બ્રાઉન રાઈસ શું કામ હોય છે, અને ફાયદાકારક કેવી રીતે હોય છે
જ્યારે પોષક તત્વોની વાત આવે, ત્યારે સફેદ ચોખા કરતાં બ્રાઉન રાઈસમાં વધુ પોષક તત્વો જોવા મળે છે. આ પ્રકારના ચોખામાં વધુ ફાઈબર અને એન્ટીઑકિસડન્ટ્સ તેમજ ઘણા મહત્વપૂર્ણ વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. જ્યારે સફેદ ચોખામાં માત્ર કેલરી અને બહુ ઓછા પ્રમાણમાં પોષક તત્વો હોય છે. સફેદ ચોખામાં કાર્બોહાઈડ્રેટ્સ પણ વધુ માત્રામાં હોવાથી તે ઓછા ફાયદાકારક હોય છે.
બ્રાઉન રાઈસમાં ડાયેટરી ફાઈબર, ઝીંક, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ અને સેલેનિયમ, વિટામિન-B1, B2, B3, B6, E, અને K, એન્ટીઑકિસડન્ટ-ફ્લેવોનોઈડ્સ અને પ્રોટીન જેવા કેટલાક આવશ્યક પોષક તત્વો હોય છે, જે શરીર માટે ખુબ જ ફાયદાકારક છે.
બ્રાઉન રાઈસના ફાયદા
1) વજન ઘટાડવામાં મદદ કરે છે
બ્રાઉન રાઈસ ખાવાથી શરીરને જરૂરી ફાઈબર્સ મળી રહે છે. સાથે જ સફેદ ચોખા કરતા આમાં બહું ઓછા પ્રમાણમાં ફેટ હોય છે. ફાઇબરયુક્ત બ્રાઉન રાઈસથી વ્યક્તિને લાંબા સમય સુધી ભૂખ પણ લાગતી નથી, જેને કારણે અન્ય ભોજન ખાવાથી રોકશો અને ભૂખ નિયંત્રણમાં રહેશે તો વજનમાં વધારો પણ નહીં થાય.
2) ડાયાબિટીસના લોકો માટે મદદરૂપ
દરરોજ બ્રાઉન રાઇસના સેવનથી બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરી શકાય છે. તેના ઉપયોગથી ડાયાબિટીસ થવાની શક્યતાઓ નહિવત થઈ જાય છે. આહાર અને જીવનશૈલીમાં ફેરફાર કરીને જ બ્લડ સુગરને નિયંત્રિત કરી શકાય છે.
3) પાચનમાં મદદ કરે છે
પાચનતંત્રને શ્રેષ્ઠ બનાવવા માટે રોજિંદા આહારમાં બ્રાઉન રાઈસ સરળતાથી ઉમેરી શકાય છે. બ્રાઉન રાઈસમાં રહેલા ફાઈબર્સ પાચનતંત્રને નિયંત્રિત કરવામાં અને આંતરડાની ગતિને નિયમિત મદદ કરે છે. બ્રાઉન રાઈસ કબજિયાતના ઉપચારમાં ઉત્તમ પરિણામો આપે છે.
4) કોલેસ્ટ્રોલથી રાહત
અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે, ફાઈબરથી ભરપૂર બ્રાઉન રાઈસમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવાની ક્ષમતા હોય છે. સાથે જ રાઈસ બ્રાન કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે.
5) ન્યુરોપ્રોટેક્ટીવ ફાયદા
બ્રાઉન રાઈસ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં તો મદદ કરે જ છે, પરંતુ તેની સાથે જ પાર્કિન્સન્સ અથવા અલ્ઝાઈમર જેવા ગંભીર રોગોની સારવારમાં પણ તે ફાયદાકારક છે. બ્રાઉન રાઈસ ડિપ્રેશન અને તણાવને દૂર કરવામાં પણ મદદ કરે છે.
6) હાડકાને મજબુત કરે છે
બ્રાઉન રાઈસમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે, જે હાડકાંને મજબૂત કરવામાં મદદ કરે છે. આર્થરાઈટીસ અને ઓસ્ટીયોપોરોસીસ જેવી મેડિકલ પરિસ્થિતિઓમાં પણ સારવારમાં મદદરૂપ થાય છે.
આમ, નર્મદા જિલ્લાના ખેડૂતો માટે લાલ ચોખા આવકનો સારો સ્ત્રોત બની રહ્યા છે. તેઓ તેમના ચોખા સ્થાનિક બજારોમાં અને ઓનલાઇન પ્લેટફોર્મના માધ્યમથી વેચાણ કરી આવક મેળવી રહ્યા છે. જિલ્લાના ખેડૂતો દ્વારા લાલ ચોખાની ખેતી એ સ્થાનિક અર્થતંત્ર અને પર્યાવરણ માટે મહત્વપૂર્ણ છે. તે ખેડૂતોને આવકનો સારો સ્ત્રોત પૂરો પાડવા સાથે લોકોને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ખોરાક પૂરો પાડે છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प