सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ઠાસરા પો.સ્ટે હદ વિસ્તારમાથી ૨.૮૯ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડતી એલસીબી પોલીસ

પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમી હકીકતના આધારે પ્રોહિબીશન ગુનામાં આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

યેશા શાહ
  • Oct 11 2024 2:52PM
પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, ખેડા - નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામાં પ્રોહિ જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે આપેલ માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ. એસ.જી.પટેલ તથા પો.સ.ઈ. એસ.બી.દેસાઇ નાઓની સુચના મુજબ ગત તા.૦૮/૧૦/૨૦૨૪ ના રોજ એલ.સી.બી સ્ટાફના પો.સ.ઇ એસ.જી.પટેલ નાઓ સાથે હેડ.કો.જયદિપસિંહ ઉદેસિંહ તથા આ.હેઙકો. પ્રદિપસિંહ દેવેન્દ્રસિંહ તથા પો.કો. શૈલેષકુમાર નારણભાઇ તથા પો.કો. નિલેશકુમાર કનુભાઇ વિગેરે નાઓ ડાકોર તથા ઠાસરા પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગ હતા.

દરમ્યાન ડાકોર થી લાડવેલ ચોકડી તરફ જવાના રોડ ઉપર આવતા અ.હેડ.કો.જયદીપસિંહ તથા પો.કો. શૈલેષકુમાર નાઓને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરની મહીન્દ્રા XUV-500 ગાડી જી.જે.૦૬.એચ.ડી-૦૩૬૨ માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી લાડવેલ ચોકડીથી ડાકોર થઇ વડોદરા જનાર છે. જે હકીકત આધારે પોલીસ માણસો સાથે ખાનગી વાહનમાં બેસી ડાકોર, લાડવેલ રોડ ઉપર અજુપુરા ગામની સીમ, મહાવિર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સામે રોડ ઉપર આવી. અમારા ખાનગી વાહન સાથે ઉપરોક્ત બાતમી વર્ણનવાળી ગાડીની વોચમાં ઉભા હતા. તે દરમ્યાન થોડીવારમાં ઉપરોક્ત બાતમી હકીકત વર્ણનવાળી મહીન્દ્રા XIN-500 ગાડી જી.જે.09.એચ.ડી-૦૩૬૨ આવતા પોલીસ માણસોએ સદર ગાડી રોકવાનો ઇશારો કરતા સદર ગાડીના ડ્રાઇવરે સદર ગાડીને રોડની સાઇડમાં ઉભી કરેલ. જે ગાડીમાં જોતા ડ્રાઇવર શીટ ઉપર એક ઇસમ બેઠેલ હતો. અને બાજુની શીટમાં એક ઇસમ બેઠેલ હતો. જેથી સદર ગાડીને કોર્ડન કરી લઇ. સદર ગાડીના આગળ બોનેટના ભાગે તથા પડખાઓના ભાગે ગુપ્ત રીતે છુપાવીને વિદેશી દારૂની છુટ્ટી બોટલો સંતાડેલ હતી. જેથી ગાડીના ચાલક ઇસમને ગાડીમાંથી નીચે ઉતારી નામઠામ પુછતા ગાડીના ચાલકે પોતાનુ નામ પોતાનુ નામ (૧) વિરેન્દ્રસિહ સ/ઓ કિશનસીંહ સુરેન્દ્રસીંગ ચૌહાન રહે.કોલીલા જોગ, સરકારી સ્કુલ પાસે તા.નીમરાણા જી.અલ્વર રાજસ્થાનતથા (૨) મયુર સ/ઓ બહાદુરસિહ કેશરસિહ મીરોલા રહે.વડોદરા, ૪૭૨, અમૃતનગર, અક્ષર એપાર્ટમેન્ટ પાસે, લક્ષ્મીપુરા રોડ, સુભાનપુરા, સમતા તા.જી. વડોદરા નાઓએ પોતાના કબ્જા ભોગવટાની કબ્જા ભોગવટાની મહીન્દ્રા XIN-500 ગાડી નંબર જી.જે.૦૬.એચ.ડી-૦૩૬૨ માં વગર પાસ પરમીટે ભારતીય બનાવટની પરપ્રાંતની પ્રિમીયમ રેન્જની વિદેશી દારૂની ૭૫૦ મી.લી.ની જુદીજુદી કાંચની બોટલો નંગ-૧૭૬ જેની કુલ કિ.રૂા.૨,૮૯,૦૯૩/- નો વિદેશી દારૂ તથા ગાડીની કિ.રૂા. ૫,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૩ જેની આશરે કિ.રૂા.૩૦,૫૦૦/- તથા રોકડા રૂા.૫૫૦/- નો મળી કુલ કિ.રૂા.૮,૨૦,૧૪૩/- ના પ્રોહી મુદામાલ સાથે હેરાફેરી કરી લઇ જતા મળી આવી પકડાઇ જઇ સદરહું ઇસમ વિરુદ્ધમાં ઠાસરા પો.સ્ટે ગુનો રજીસ્ટર કરેલ છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार