નડિયાદ : માઁ શક્તિ ઉત્સવ ખાતે એક દીવસીય "દિવ્યાંગ ગરબા મહોત્સવ" યોજાયો
આ કાર્યક્રમમાં ૩૫૦થી વધુ દિવ્યાંગ બાળકો એ ખુબ જોમ - જોશથી ગરબે રમ્યા હતા
સક્ષમ સંસ્થા અને સમર્પણ એજ્યુકેશન ટ્રસ્ટના સહયોગથી માઁ શક્તિ ઉત્સવ (રાધે ફાર્મ) નડિયાદ ખાતે નડિયાદ અને આણંદ જિલ્લાની વિવિધ દિવ્યાંગ સંસ્થાઓના બાળકો માટે એક દીવસીય "દિવ્યાંગ ગરબા મહોત્સવ"નુ આયોજન થયુ. આ કાર્યક્રમ માં ૩૫૦ થી વધુ દિવ્યાંગ બાળકો એ ખુબ જોમ - જોશથી ગરબે રમ્યા.. આ ગરબા આયોજન મુખ્ય હેતુ એ છે કે દિવ્યાંગતા એ અભિશાપ નથી અને નવરાત્રીના ગરબા થકી તેમની દિવ્ય શક્તિ ઉજાગર કરવાનો હોય છે. વી ક્લબ ઓફ આશુતોષ અને નડિયાદ બ્લડ બેંક ના સહયોગ થી દિવ્યાંગો ને લ્હાણી આપવામાં આવી.
આ પ્રસંગે સક્ષમ સંસ્થા ગુજરાત અધ્યક્ષ પ્રફુલભાઇ પટેલ ( એડનવાલા ), નીતિનભાઈ જાની, સંજયભાઈ પટેલ ( ગરબા આયોજક ટ્રસ્ટી ),કમલેશભાઈ શાહ, દિનેશભાઇ દવે , કાર્યકર્તા અર્જુન શ્રીમાળી, અમિત સોની, સંજયભાઈ જોશી, ચૈતાલી શાહ, વી ક્લબ ઓફ આશુતોષના પ્રમુખ. We ઝરણા મહેતાસેક્રેટરી we સ્તુતિ દવે, ટ્રેઝરર We બિંદુ શાહ, ભારત વિકાસ પરિષદ નડિયાદ શાખા, ખેડા જિલ્લા બાળ કલ્યાણ સમિતિ, માધવ સેવા ટ્રસ્ટ ના સદસ્યો પરિવાર સાથે ઉપસ્થિત રહીને કાર્યક્રમ ને સફળ બનાવેલ.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प