નડિયાદ : સંતરામ તપોવન ગર્ભસંસ્કાર કેન્દ્રમાં નવરાત્રીના પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન અને ગરબાનું આયોજન
આ કાર્યક્રમમાં ગર્ભસ્થ માતાઓ ઉત્સાહભેર ભાગ લીધો
પરમ પૂજ્ય મહંત રામદાસજી મહારાજ ની પ્રેરણાથી અને સંત નિર્ગુણદાસજી મહારાજ ના સાનિધ્ય માં અને કો - ઓર્ડીનેટર રાહુલભાઈ દવે ની આગેવાની હેઠળ ચાલતા શ્રી સંતરામ મંદિર નડીયાદ સંચાલિત સંતરામ તપોવન ગર્ભસંસ્કાર કેન્દ્રમાં નવરાત્રીના પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ગર્ભસ્થ માતાઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
પ.પૂ.મહંત શ્રી રામદાસજી મહારાજ અને સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજના સાનિધ્યમાં… નવરાત્રિના પવિત્ર તહેવાર દરમિયાન, તપોવનની દીકરીઓ, જેના ગર્ભમાં એક બહાદુર બાળક ઉછરી રહ્યું છે, તે ગર્ભસ્થ બાળકના અચેતન મનને શસ્ત્રની પૂજા કરાવે છે જેથી તે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણે અને સનાતન સંસ્કૃતિનાં સંવર્ધન માટે સમાજમાં વિરબાળકો નું અવતરણ થાય. અને પ. પૂ મહંત રામદાસજી મહારાજે ઉપસ્થિતિ રહી આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે નવરાત્રી જે દેવી ના ઉત્સવનું પ્રતીક છે અને જે દેવીને શક્તિના સ્વરૂપ ને વ્યક્ત કરે છે. જગતમાતા મા અંબાની આરાધનાના પર્વ નવરાત્રિમાં શક્તિ, ભક્તિ, સાહસ, સકારાત્મક ઉર્જા, અને આનંદ ના ગુણો નો ગર્ભસ્થ શિશુમાં આવિર્ભાવ થાય અને શસ્ત્ર પૂજન દ્વારા ગર્ભસ્થ શિશુમાં સ્વરક્ષા, ધર્મરક્ષા, રાષ્ટ્ર રક્ષાના ગુણોનું સિંચન થાય તેવા આશીર્વાદ પાઠવ્યા હતા.
સંત નિર્ગુણદાસજી મહારાજ ઉપસ્થિત રહી તપોવન માતાઓ ને ગર્ભાવસ્થામાં દરમિયાન આવીજ રીતે આનંદ કરે અને ઉત્સાહી અને વીર બાળક ને જન્મ આપે તેવી શુભેચ્છા પાઠવી હતી.
વિશેષમાં RSSમાં સ્વયમ સેવક પ્રોફેસર ઉપસ્થિત રહી હિન્દુ સંસ્કૃતિમાં શસ્ત્ર પૂજનનું મહત્વ અને 'धर्मो रक्षति रक्षितः' ઉપર અતિ ઉપયોગી માગદર્શન પૂરું પાડ્યું હતું.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प