કપડવંજની સોસાયટીઓ છેલ્લા 10 દિવસથી નર્કાગાર
શહેરની રત્નસાગર, ઉમિયા પાર્ક, તુલસી વિલાની ગટરો ઉભરાવાના કારણે ગંદકી ફેલાઈ
તપોવન, માણેકબાગ, એચ એમ કોલોનીમાં દસ દિવસથી પાણીના તળાવ યથાવત
કપડવંજ શહેરના રત્નાકર માતા રોડ પર આવેલી ઉમિયા પાર્ક, રત્નસાગર, તુલસી વિલા સોસાયટીમાં છેલ્લા 10 દિવસથી વરસાદી પાણી ભરાયા છે. રાંધણ છઠ્ઠથી ભરાયેલ પાણીનો કોઈ નિકાલ થતો નથી. સોસાયટીની બધી ગટરો ઉભરાવાના કારણે સોસાયટીમાં ખૂબ ગંદકી ફેલાઈ છે. લોકો ઘરની બહાર પણ નીકળી શકતા નથી ઘરના પગથિયાં સુધી ગટરોના પાણીથી સૌ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સતત પાણી ભરાઈ રહેવાના કારણે લીલ પણ ખૂબ જામી છે. તુલસી વિલા સોસાયટીની પાછળની દીવાલ તોડી નાખવાથી પાણીના નિકાલના બદલે બહારના પાણી અંદર ઘૂસ્યા હતાં.જેથી સમસ્યા વધુ વકરી છે. ઉપરોક્ત સોસાયટીઓમાં વડીલો બહાર નીકળી શકતા નથી. બાળકો શાળા, ટ્યુશન જઈ શકતા નથી અને રોગચાળો ફેલાય તેવી ભીતિ દેખાઈ રહી છે. લોકોની હાલત દયનીય થઈ ગઈ છે. શહેરની તપોવન સોસાયટી, માણેકબાગ અને એચ એમ કોલોનીમાં પણ દસ દિવસથી પાણીનું તળાવ હજી યથાવત છે.
નગરપાલિકા તરફથી સત્વરે ઉકેલ આવે તેવી લોકોની માંગ છે અન્યથા આ બાબતે કલેકટર કચેરીએ જાણ કરવાની ફરજ પડશે.તેમ સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું. નગરપાલિકાના સદસ્ય, ચીફ ઓફિસર, એન્જિનિયરએ સ્થળ મુલાકાત લીધી હોવા છતાંય હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.
આ અંગે નગરપાલિકાના એન્જિનિયર વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું હતું કે પાણીનો નિકાલ ધીમે ધીમે થઈ રહ્યો છે, તથા ગટરો ચોકઅપ થઈ છે જે માટે કપડવંજ અને સાથે નડિયાદની ટીમ પણ કામ કરી રહી છે જેનો સત્વરે ઉકેલ આવી જશે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प