પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મળતી માહિતી મુજબ પોલીસ કંટ્રોલરુમમાં પીએમ મોદીની હત્યાના કાવતરાનો કોલ આવ્યો હતો. ગઇ કાલે રાત્રે મુંબઇ પોલીસને કોલ આવ્યો હતો. ત્યાર બાદ ગણતરીના કલાકોમાં જ મુંબઇ પોલીસ દ્વારા 34 વર્ષીય મહિલાની ધરપકડ કરવામાં આવી છે.
ફોન કરનારે દાવો કર્યો હતો કે પીએમ મોદીની હત્યાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આ કોલની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી છે. આ મામલાની તપાસ હજુ ચાલુ જ છે.
દેશના વડાપ્રધાન મરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. વાસ્તવમાં ગઇકાલે રાત્રે એક અજાણ્યા વ્યક્તિએ મુંબઇ કંટ્રોલ રુમમાં ફોન કરીને પીએમ મોદીને મારી નાખવાની ધમકી આપી હતી. આ તરફ આ કોલને ગંભીરતાથી લઈ પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી આ મામલે સઘન તપાસ શરૂ કરી છે. નોંધનિય છે કે, PM મોદીને આ પહેલા પણ અનેકવાર ધમકી મળી ચૂકી છે.