सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

બનાસકાંઠા જિલ્લાના તમામ નાગરિકોને બાળ લગ્ન રોકવાના અભિયાનમાં સહયોગ આપવા કરાઈ અપીલ

બનાસકાંઠા જિલ્લામાં બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો જેમાં પાલનપુર તાલુકાની મલાણા હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમ સહિત જિલ્લામાં વિવિધ સ્થળોએ રેલી થકી જાગૃતિ અભિયાન.

ભુરપુરી ગોસ્વામી
  • Nov 28 2024 6:45PM
ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી અનપુર્ણાદેવીના વરદ હસ્તે બાળ-વિવાહ મુક્ત ભારત અભિયાનના લોન્ચિંગ કાર્યક્રમ વિજ્ઞાન ભવન, દિલ્હી ખાતે યોજાયો હતો. મંત્રી અનપુર્ણાદેવી દ્વારા બાળ-વિવાહ મુક્ત ભારત અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવેલ સદરહુ કાર્યક્ર્મનું લાઈવ ટેલિકાસ્ટિગથી પ્રસારણ દેશભરમાં કરવામા આવ્યું હતું. 

આ કાર્યક્રમ અંતર્ગત બાળકોની સાથે કામ કરતા વિવિધ વિભાગો કચેરીઓના અધિકારી કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા જેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહીર પટેલના માર્ગદર્શન અને સૂચનાથી જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ સદરહું કાર્યક્રમમા વિવિધ કચેરીના અધિકારી કર્મચારીગણ તેમજ બહોળી સંખ્યામા લોકોએ ભાગ લઈને બાળ વિવાહ મુક્ત ભારત અંગે શપથ લીધા હતા. 

આ સાથે જિલ્લાની વિવિધ શાળાઓમાં પણ બાળ લગ્ન ભારત અભિયાનનું લાઈવ-ટેલીકાસ્ટ કરાયું હતું. જે અંતર્ગત પાલનપુર તાલુકાની મલાણા હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં લાઈવ ટેલીકાસ્ટ તેમજ શાળાના બાળકોને બાળ લગ્ન પ્રતિબંધન અધિનિયમ 2006 અંગે જાણકારી અપાઈ હતી. બાળકો દ્વારા પણ વાલીઓમાં જાગૃતિ આવે તે માટે રેલીનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં બાળ લગ્ન વિષય પર વક્તવ્ય આપનાર વિદ્યાર્થીઓને પ્રયાસ એનજીઓ દ્વારા પ્રોત્સાહન ઇનામ અપાયું હતું. 

આ કાર્યક્રમમાં બાળ લગ્ન પ્રતિબંધ અધિકારીશ્રી મનીષ જોશી દ્વારા બનાસકાંઠા જિલ્લાના તમામ નાગરિકોને બાળ લગ્ન રોકવાના અભિયાનમાં સહયોગ કરવા અપીલ કરવામાં આવી હતી તેમજ આવા બાળ લગ્નની જો કોઈને જાણ થાય તો 1098 હેલ્પ લાઈન, 100 નંબર તથા 181 મહિલા હેલ્પલાઇન નંબર અથવા તો બાળકના પ્રતિબંધક અધિકારીને કચેરી બનાસકાંઠા ફોન નંબર 02742-52478 પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું.     

કાયદા અનુસાર દીકરીની ઉંમર 18 વર્ષ તેમજ દીકરાની ઉંમર 21 વર્ષ કે તેથી ઓછી હોય તો તેવા લગ્ન બાળ લગ્ન ગણાય અને આ ગુના બદલ બાળકના માતા-પિતા તેમજ લગ્નમાં સહભાગી થનાર મંડપ વાળા, રસોઈયા, ફોટોગ્રાફર તેમજ લગ્ન સાથે સંકળાયેલ વ્યવસાય કરતા કોઈ પણ વ્યક્તિ સામે એક લાખનો દંડ અને બે વર્ષની સજાની જોગવાઈ છે.


આ કાર્યક્રમમાં  જયેશભાઈ દવે ચેરમેન ચાઈલ્ડ વેલ્ફેર કમિટી,શ્રી મનીષ જોશી બાળ લગ્ન પ્રતિબંધ અધિકારી બનાસકાંઠા, ડૉ.આશિષ જોશી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, જયેશભાઈ જોશી જી.એસ.ટી ઇન્સ્પેક્ટર, સહ ટ્રસ્ટીશ્રી મલાણા હાઇસ્કુલ અમિતભાઈ વ્યાસ, આચાર્ય મલાણા હાઇસ્કુલ મેઘાબેન પંડ્યા, સામાજિક કાર્યકર પ્રયાસ સંસ્થા તેમજ સ્ટાફ હાજર રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार