सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નર્મદા જિલ્લામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે તા.૧૦ મીથી તા.૨૦ મી જાન્યુઆરી-૨૦૨૫ સુધી “કરૂણા અભિયાન” ચલાવાશે

પતંગની દોરીથી ઈજા પામેલા પશુ-પક્ષીઓને સારવાર કેન્દ્ર ઉપર પહોંચાડવા નર્મદા જિલ્લાના નાગરિકોને અનુરોધ કરાયો

શૈશવ રાવ નર્મદા
  • Dec 31 2024 4:55PM
ઈજાગ્રસ્ત પશુ-પક્ષીઓની સારવાર માટે વાઈલ્ડલાઈફ હેલ્પલાઇન નંબર:- ૮૩૨૦૦૦૨૦૦૦ છે જે સ્વયં સંચાલિત ઓનલાઈન મેપની લિંક વોટ્સ એપ મેસેજમાં Karuna મેસેજથી મળી શકશે

 ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ દોરી દ્વારા પક્ષીઓને થતી ઇજાઓ નિવારવા અને ઇજા પામેલા પક્ષીઓને ત્વરીત સારવાર મળી રહે તે હેતુસર દર વર્ષે સરકારશ્રી દ્વારા કરૂણા અભિયાન ચલાવવાવમાં આવે છે. તા.૧૦ મીથી ૨૦ જાન્યુઆરી- ૨૦૨૫ દરમિયાન પતંગદોરીથી પક્ષીઓને ઈજાઓ થવાની સંભાવના રહેલી છે. પ્રતિબંધિત દોરી ન વેચવા અને વાપરવા તેમજ ઈજા પામેલા પશુ-પક્ષીઓને સારવાર આપીને બચાવવા માટે વિવિધ તાબાના પરિક્ષેત્ર વન અધિકારીશ્રીઓ, તાલુકા કક્ષાએ પશુચિકિત્સક કેન્દ્રો અને બિન-સરકારી સંસ્થાઓના નામ તથા સંપર્કની વિગતો જાહેર કરાઈ છે. જેને અનુલક્ષીને આ વર્ષે હેલ્પલાઈન અને સંપર્ક નંબર જારી કરી ઈજાગ્રસ્ત પશુ-પક્ષીઓ સારવાર કેન્દ્ર ઉપર પહોંચાડવા નાગરિકોને નર્મદા વન વિભાગ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.  

આ સમય ગાળામાં ઇજા પામેલા પશુ-પક્ષીઓને સારવાર અર્થે વન વિભાગ દ્વારા વાઇલ્ડલાઇફ હેલ્પલાઇન નંબર-૮૩૨૦૦૦૨૦૦૦ પર વોટ્સએપ મેસેજમાં “Karuna” મેસેજથી ઓનલાઇન મેપની લીંક સ્વંય સંચાલિત છે. જેમાં તમામ સારવાર કેન્દ્રોની વિગતો દર્શાવવામાં આવી છે. તાલુકા પશુ ચિકિત્સા કેન્દ્ર નાંદોદ માટે સંપર્ક નં-(૦૨૬૪૦-૨૨૦૪૪૭) મો. ૮૭૮૦૫૬૬૦૨૪, દેડીયાપાડા માટે સંપર્ક નં- ૦૨૬૪૯ -૨૩૪૧૨૦ મો. ૯૭૨૪૨૧૭૮૩૮, સાગબારા માટે સંપર્ક નં-(૦૨૬૪૯-૨૫૪૭૪૩) મો- ૮૪૬૦૨૮૩૨૪૨ તેવી જ રીતે પરિક્ષેત્ર વન અધિકારીશ્રી રાજપીપલા સંપર્ક નં-૯૯૨૫૮૯૯૦૮૮, દેડીયાપાડા સંપર્ક નં-૯૬૮૭૭૦૫૮૫૮, સોરાપડા સંપર્ક નં- ૬૩૫૧૮૦૧૧૨૫, સગાઇ સંપર્ક નં-૯૬૮૭૪૭૩૭૫૯, ફુલસર સંપર્ક નં-૯૯૭૯૭૪૩૩૯૫ અને પીપલોદ સંપર્ક નં-૯૭૨૬૮૩૧૯૭૩, સાગબારા સંપર્ક નં-૯૯૧૩૮૧૩૩૩૯ તેમજ બિન સરકારી સંગઠન ભાષા સંસ્થા સેલંબા સંપર્ક નં-૮૪૬૦૨૮૩૨૪૨ નો સંપર્ક સાધી શકાશે તેમ નર્મદા જિલ્લાના નાગરિકોને નાયબ વન સંરક્ષક નર્મદા દ્વારા એક અખબારી યાદીના માધ્યમથી જાહેર અનુરોધ કરાયો છે.

 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार