सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડિયાદમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ વાહનચાલકોને આકરા તાપથી બચાવવા ડોમ ઉભા કરાયા

વાણિયાવાડ સર્કલ ઉપર સિગ્નલ ઉપર ઉભા રહેતા વાહનચાલકોને હવે ગરમી તાપથી થોડી રાહત મળશે

યેશા શાહ
  • Apr 3 2025 3:16PM
નડિયાદ શહેરમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ માં શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ અને મ્યુનિસિપલ કમિશનર નડિયાદ મહાનગરપાલિકા તથા મધર કેર સ્કૂલ દ્વારા વાણિયા વડ ટ્રાફિક સિગ્નલ પર નાગરિકોને અસહ્ય ગરમી થી રક્ષણ મળે તેવા માનવીય હેતુથી પાણીના સ્પ્રિંકલર સાથેના ડોમની સુવિધા ઉભી કરવામાં આવી છે.

નડિયાદ સહિત ખેડા જિલ્લામાં સૂર્યદેવ આકરો તાપ આપી રહ્યા છે, ત્યારે માર્ચ મહિનામાં જ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે સ્થિતિ ચિંતાજનક છે. ગરમી અને ઉકળાટ વચ્ચે નગરજનો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે, તેવામાં નડિયાદ શહેરમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ પ્રશાસન દ્વારા પ્રશંસનીય કામગીરી કરી છે, જેમાં શહેરના મુખ્ય એવા વાણીયાવાડ સર્કલ પર ગરમીમાં તાપથી બચવા ડોમ ઉભા કરવામા આવ્યા છે, જેથી સિગ્નલ ઉપર ઉભા રહેતા વાહનચાલકોને આકરા તાપથી રક્ષણ અપાવી શકાય.

નોંધનીય છે કે, શહેરના ઘણા વિસ્તારોમાં નાના બાળકો, સીનીયર સીટીઝન્સ બપોરના સમયે બહાર નિકળવાનુ ટાઢી રહ્યા છે, પરંતુ નોકરીયાત તથા ધંધાર્થીઓ કામ અર્થે આવનજાવન કરતા નજરે પડતા હોય છે, ત્યારે તેઓ માટે શહેરના વાણિયાવાડ સર્કલ પાસે સિગ્નલ ઉપર ઉભા રહેતા વાહનચાલકોને રાહત મળે તે માટે રાહત ડોમ ઉભા કરતા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ પ્રશાસન દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार