सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડિયાદ : સરદાર કથાના આયોજન અંતર્ગત ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં પોથી યાત્રાનો શુભારંભ

સરદારધામ યુવા સંગઠન દ્વારા આયોજિત આ પોથી યાત્રા ખેડા જિલ્લામાં વિવિધ સ્થળોએ ફરશે.

યેશા શાહ
  • Feb 17 2025 5:29PM
સરદારધામ યુવા સંગઠન દ્વારા સરદાર સારે હિંદ કે... "સરદાર કથા" આયોજન અંતર્ગત ખેડા જિલ્લા નડિયાદ ખાતે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં પોથી યાત્રાનો શુભારંભ શ્રી સ્વામીનારાયણ મંદિરના સંતો, શ્રી સરદાર સાહેબના વંશજ પ્રદીપભાઈ દેસાઈ તથા સરદારધામના કન્વીનરોની ઉપસ્થિતિમાં શ્રી સરદાર સાહેબના જન્મ સ્થળ દેસાઈ વગાથી કરવામાં આવ્યો હતો. આ પોથી યાત્રા ખેડા જિલ્લામાં વિવિધ સ્થળોએ ફરશે અને તા.25/02/2025 થી 27/02/2025 દરમિયાન BAPS સ્વામીનારાયણ મંદિર,યોગીફાર્મ, પીપલગ રોડ, નડિયાદ ખાતે વક્તા શૈલેષભાઈ સગપરિયા દ્વારા શ્રી સરદાર સાહેબના જીવનની અદ્ભુત વાતો સરદાર કથાના માધ્યમથી કરવામાં આવશે.

આ પ્રસંગે USA સરદાર ધામ પ્રેસિડેન્ટ રિંકેશભાઈ, ખેડા જિલ્લા કન્વીનર કમલેશભાઈ સહ કન્વીનર રાજેશભાઈ, ચરોતર પ્રદેશ કન્વીનર સમીરભાઈ, આણંદ જિલ્લા કન્વીનર બ્રિજેશભાઈ, નડીયાદ તાલુકા કન્વીનર હિતેશભાઈ, માતર કન્વીનર ચંદ્રેશભાઇ, ભાજપ સંગઠનના પદાધિકારીઓ, પૂર્વ કાઉન્સિલરો, વિવિધ સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार