નડિયાદ ખાતે આઇસીડીએસ વિભાગ દ્વારા ગમ્મત સાથે જ્ઞાન આપવા હેતુ ભૂલકા મેળો ૨૦૨૪ યોજાયો
ભૂલકાઓ દ્વારા વ્યવસાયિક, આદ્યાત્મિક, શૌર્ય અને ક્રાંતિકારી પાત્રોની વેશભૂષાઓ રજૂ કરાઈ
નડિયાદના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, યોગીફાર્મ ખાતે આઇ.સી.ડી.એસ વિભાગ દ્વારા બાળકોને પ્રોત્સાહિત અને આનંદિત કરતો ભૂલકા મેળો- ૨૦૨૪ યોજાયો હતો. જેમાં આંગણવાડીના બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાને રાખીને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પુર્વ શિક્ષણ આધારીત પ્રવૃત્તિઓના માધ્યમથી આંગણવાડી શિક્ષણ અંગે વાલીઓને જાગૃત કરવામાં આવ્યા હતા.
ભૂલકા મેળા અંતર્ગત જિલ્લાની આંગણવાડી બહેનો દ્વારા વિવિધ થીમ પર ટીચિંગ લર્નિંગ મટીરીયલ પ્રદર્શન રજૂ કર્યુ હતુ. જેમાં થર્મોકોલ, પુઠ્ઠા અને કાપટ વગેરે ઘરારૂ મટીરીયલથી બનાવેલ શાકભાજી, પાણીના સ્ત્રોત, ઋતુચક્ર, મારો પરિવાર, વૃક્ષ અને છોડ, વાહન માર્ગો, મંદીર, પોશાકો, વ્યવસાયો, ઋતુચક્ર, આંકડાઓની સમજૂતી આપતો ગેમઝોન જેવા થિમેટીક અને જ્ઞાનવર્ધક પ્રદર્શનો દ્વારા બાળકો અને વાલીઓને આંગણવાડી કેન્દ્રોમાં આપવામાં આવતા શિક્ષણકાર્યો માહિતગાર કરવામાં આવ્યા હતા.
સાથે નાના ભૂલકાઓ દ્વારા પણ વ્યવસાયિક, આદ્યાત્મિક, શૌર્ય અને ક્રાંતિકારી પાત્રોની વેશભૂષાઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં મહાત્મા ગાંધીજી, ચાચા નહેરુ, સુભાષચંદ્ર બોઝ, સરદાર પટેલ, ઇન્દિરા ગાંધી, છત્રપતિ શિવાજી, મહારાણા પ્રતાપ, ડોક્ટર અને સિંઘમ પોલીસ જેવા વિવિધતામાં એકતા દર્શાવતા રંગબેરંગી વેશભૂષા ધારણ કરેલા નાના બાળકોએ પોતાના પરિચય આપી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. બાળકો દ્વારા નૃત્ય, એક પાત્રીય અભિનય સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. વધુમાં આ બાળકો તથા આંગણવાડી બહેનોનેને પ્રોત્સાહક ઇનામ આપી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી.
આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ તાલુકા પંચાયત નડિયાદ પ્રમુખ મેઘાબેન પટેલે પાપા પગલી યોજના વિશે સમજૂતી આપી બાળકોના સર્વાંગી વિકાસ હેતુ તમામ માતા-પિતા વાલીઓને ફરજિયાત પણે બાળકોને આંગણવાડી કેન્દ્રમાં મોકલવા અનુરોધ કર્યો હતો.
આઇસીડીએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર મનીષાબેન બારોટે પૂર્વ શિક્ષણ ઉપર ભાર મુકતા આઈસીડીએસ વિભાગની યોજનાઓ અને સેવાઓની માહિતી આપી હતી. ભૂલકા મેળાનો ઉદ્દેશ્ય જણાવતા તેમણે કહ્યું કે બાળકોની પ્રતિભાને વિકસાવવા માટે તેમજ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા માટે બાળમેળાનું આયોજન કરવામાં આવે છે. તેમણે ઉમેર્યુ કે ગમ્મત સાથે જ્ઞાન આપવા હેતુ બાળમેળાના આયોજન થકી બાળકોના માનસપટ પર આંગણવાડી કેન્દ્રમાં કરવામાં આવતી પ્રવૃત્તિઓના સકારાત્મક ચિત્રને પ્રતિબિંબિત કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે આંગણવાડીમાં આવતા બાળકોનો શારીરિક, માનસિક, ભાવનાત્મક અને સર્જનાત્મક એમ સર્વાંગી વિકાસ કરવામાં આવે છે.
કાર્યક્રમ અંતર્ગત શિક્ષણવિદ હિતેશ બ્રહ્મભટ્ટ દ્વારા બાળકોને કોયલ, કાગડો, મોર, વાંદરો, વાઘ, હાથી, શ્વાન, ઘોડો અને ટ્રેન વગેરેના વિવિધ અવાજ કાઢીને મનોરંજન કર્યુ હતુ. સાથે જ તેમણે ઉપસ્થિત સૌ માતા-પિતા અને વાલીઓ સાથે સંવાદ કરી બાળકોના જીવન ઘડતર અને સંસ્કારોનું સિંચન કરવા અપીલ કરી હતી.
નોંધનીય છે કે બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવેલ આંગણવાડીના અભ્યાસક્રમ આધારિત શૈક્ષણિક સામગ્રી જે જાતે બનાવી શકાય અને ઘરમાં ઉપલબ્ધ હોય તેવી સામગ્રીથી અને શીખવવાના સાધનો, રમતો બનાવી પ્રદર્શન રૂપે વાલીને બતાવી શકાય અને બાળકો દ્વારા જુદી જુદી સાંસ્કૃતિક પ્રવુત્તિઓ સમુદાય સમક્ષ રજૂ કરી તેનામાં રહેલ સુષુપ્ત શક્તિઓ ખીલવવાનો પ્રયાસ રુપે પા પા પગલી પ્રોજેકટ અંતર્ગત “ભૂલકાં મેળો” કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં નડિયાદ તાલુકા પંચાયત પ્રમુખ મેઘાબેન પટેલ, મહેમદાવાદ તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ ડાભી, વસો તાલુકા પંચાયત પ્રમુખ રીંકાબેન પટેલ, આઇસીડીએસ પ્રોગ્રામ ઓફિસર મનીષાબેન બારોટ, નાયબ માહિતી નિયામક માનસીબેન દેસાઈ, જિલ્લા આરોગ્ય અધિકારી ધ્રુવે, નાયબ પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી ઉમેશ માછી, ડિસ્ટ્રિક્ટ કોર્ડીનેટર કનૈયાલાલ, શિક્ષણવિદ હિતેશ બ્રહ્મભટ્ટ, સીડીપીઓ, મુખ્ય સેવિકાઓ, આંગણવાડી કાર્યકરો, વાલીઓ અને મોટી સંખ્યામાં નાના નાના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प