ખેડા: મીનાવાડા અને નડિયાદ રેલવે સ્ટેશન પરથી દારુના જથ્થા સાથે ૩ ઝડપાયા
પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી
ખેડા જિલ્લામાં મહુધાના હે.કો. યશપાલસિંહ અને સ્ટાફ ગઈકાલે રાત્રે પેટ્રોલીગમાં નીકળ્યા હતા. આ દરમિયાન બાતમી મળતા તેમણે મીનાવાડાના માધવપુરા ખાતે રહેતા નરેશ શાંતિભાઈ સોઢાના ઘરે છાપો માર્યો હતો. ત્યારે તે તેના ઘરેથી મળી આવ્યો હતો. પોલીસે તેને સાથે રાખી તેના બાજરીવાળા ખેતરમાં તલાસી લીધી ત્યારે વિમલના થેલામાં મુકેલ વિદેશી દારુ અને બીયરની ૩૮ બોટલ કિં.રુ.૩૯૨૫ નો માલ મળી આવ્યો હતો. જે પોલીસે કબજે લીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ રેલવે પોલીસ ગઈકાલે રાત્રે પ્લેટફોર્મ નં.ર પર હાજર હતી ત્યારે રાત્રે સાડા અગિયાર વાગે બે થેલા તેમને જોવા મળ્યા એટલે તેમણે બાજુમાં બેઠેલા વ્યક્તિઓને પુછયુ આ કોના છે ત્યારે તે ગભરાઈ ગયા હતા. અને થેલા પોતાના હોવાના જણાવ્યુ હતું. જેમાં એકનું નામ રાજુભાઈ વાઘજીભાઈ દરબાર રહે. ઠાકોરવાસ નડિયાદ અને બીજાનું નામ દિપક બાબુભાઈ પટણી રહે. રખિયાલ છાપરામાં અમદાવાદ હોવાનું ખુલ્યુ હતું. પોલીસે જોયુ તો બંને થેલામાં થઈ ૧૧૭ લીટર દેશીદારુ કિ.રુ.૨૩૪૦૦નો માલ હતો. આ માલ વિપુલભાઈ વિજયભાઈને આપવાનો હતો. એટલે પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प