નડિયાદમાં વિહિપ-બજરંગ દળ દ્વારા આતંકવાદી ઘટના વિરુદ્ધ ધરણાં
પહેલગામ ખાતે આતંકવાદી હૂમલામાં ૨૮ જેટલા નિર્દોષ લોકોના મોત નીપજયા હતા
દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે આતંકવાદી હૂમલામાં ૨૮ લોકોના મોત નીપજયા હતા. આ ઘટનાથી સમગ્ર દેશમાં હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ હૂમલા સામે નડિયાદમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા બુધવારે સાંજે સંતરામ સર્કલ પાસે ઘટનાને વખોડીને ધરણાં કર્યા હતા.
નોંધનીય છે કે, જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામમા થયેલ આતંકવાદી હુમલાને લઈને સમગ્ર દેશમાં ગુસ્સો છે, ત્યારે આતંકવાદીઓ અને તેમના માસ્ટર માઇન્ડ પાકિસ્તાન સામે કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે. માર્યા ગયેલા મોટાભાગના લોકો પ્રવાસી હતા અને તેઓને પોતાની જાતિ પૂછીને મારવામાં આવેલ, જેને લીધે હિન્દુ સગઠનોમા રોષ પ્રવર્તી રહ્યો છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प