सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

આગામી 24 કલાકમાં નડિયાદ-ખેડા જિલ્લામાં ભારે વરસાદની આગાહી : ઓરેન્જ એલર્ટ જાહેર

જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે - ભારતીય હવામાન વિભાગ

યેશા શાહ
  • Jul 24 2024 4:41PM
રાજ્યભરમાં ચોમાસું બરોબરનું જામ્યું છે ત્યારે આગામી 24 કલાકમાં ભરૂચ, નર્મદા, વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ તથા મહેસાણા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ચોમાસાની ઋતુમાં વરસાદ ખેંચાવાને લઇને ખેડૂતો ચિંતામાં છે.ત્યારે બીજી તરફ જિલ્લામાંથી પસાર થતી કેનાલમાં પૂરતી માત્રામાં પાણી છોડવા માંગ ઉઠી છે. વરસાદ ખેંચાતાં ખેડૂતોની ચિંતા દિવસેને દિવસે વધી રહી છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વરસાદની ભારે ઘટ જોવા મળી રહી છે. ગત તા. 15 જુલાઇના રોજ એક ઇંચ વરસાદ થયા બાદ નડિયાદ શહેર કે જિલ્લામાં નહિવત વરસાદ જોવા મળી રહ્યો હતો ત્યારે 5 દિવસ બાદ પણ ફક્ત એક સામાન્ય વરસાદી ઝાપટું જ પડ્યું હતું.

ત્યારે હવે હવામાન વિભાગે આગાહી કરી છે, જેને લઈ જિલ્લામાં સારો વરસાદ વરસશે તેવી આશા નગરજનો રાખી રહ્યા છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार