सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડીયાદ સંતરામ ભાગોળમાં બંધ મકાનમાં જુગારનો અખાડો ચલાવતા ૮ ઇસમો ઝડપાયા

નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોર્ડ એ બાતમી હકીકતના આધારે રૂ. ૫૫,૫૨૦/- ના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડી ગણનાપાત્ર કેસ કરેલ

યેશા શાહ
  • Aug 13 2024 6:55PM
પોલીસ અધિક્ષક ખેડા- નડિયાદ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે જુગાર ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે દરમ્યાનના માર્ગદર્શન હેઠળ એમ.બી.ભરવાડ પોલીસ ઇન્સ્પેક્ટર નડીયાદ ટાઉન પો.સ્ટે. નાઓએ પ્રોહિ-જુગારના વધુમાં વધુ ગુનાઓ શોધી કાઢવા સારૂ જરૂરી સુચના કરેલ.

દરમ્યાન નડીયાદ ટાઉન પો.સ્ટેશન સર્વેલન્સ પો.સબ.ઇન્સ. આર.એચ.દેસાઈ તથા સ્ટાફના પો. માણસો સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અહેડકો  નાઓને મળેલ બાતમી હકીકત મળેલ કે "નડીયાદ સંતરામ ભાગોળ, ગ્લોબ સીનેમાની પાછળ હરીજનવાસમાં રહેતો પ્રમોદભાઇ ઉર્ફે ડાકુ ધીરજભાઇ સોલંકી નાઓ પોતાના અંગત ફાયદા સારૂ બહારથી માણસો બોલાવી પોતાના રહેણાંક મકાનમાં પ્રથમ માળે ચોરી છુપીથી પત્તાપાનાનો પૈસાથી હારજીનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવે છે."

જે બાતમી હકિકત આધારે સદર બાતમીવાળા ઇસમના ઘરે રેઇડ કરતા તેના ઘરમાંથી બીજા માળેથી બાતમીમાં જણાવેલ ઇસમ સાથે કુલ ૮ ઇસમો જુગારના પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતા મળી આવેલ જેઓની અંગજડતી માંથી તથા દાવ ઉપરથી કુલ રોકડ રૂપિયા ૩૫૫૨૦/- તથા મોબાઇલ ફોન નંગ ૪ તથા જુગારના સાધનો મળી કુલ રૂ. ૫૫૫૨૦/- નો મુદ્દામાલ મળી આવતા સદરહ મળી આવેલ ઇસમો વિરુધ્ધ જુગાર ધારાની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार