જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કઠલાલ ખાતે દિશા સમિતિની બેઠક યોજાઈ
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત જિલ્લામાં થયેલ કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી
સાંસદ દેવુસિંહ ચૌહાણ અને જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કઠલાલ નગરપાલિકા ટાઉન હોલ ખાતે જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ "દિશા" સમિતિની બેઠક યોજાઈ. જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત જિલ્લામાં થયેલ કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય, પશુપાલન, ખેતીવાડી વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરી અહેવાલની રજૂઆત કરવામાં આવી હતી.
બેઠક અંતર્ગત ગત મિટિંગ, તા. ૨૧/૧૦/૨૦૨૪ ની કાર્યવાહી નોંધની બહાલી બાબત અને નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ (ઓકટોમ્બર-૨૦૨૪ થી ડીસેમ્બર-૨૦૨૪ અંતિત તથા જાન્યુઆરી-૨૦૨૫ થી માર્ચ-૨૦૨૫ અંતિત) થયેલ કામગીરીની વિગતો પર ચર્ચા કરી માર્ગદર્શક સૂચનો આપવામાં આવ્યા હતા. આ બેઠકમાં કપડવંજ ધારાસભ્ય રાજેશ ઝાલા, ઠાસરા ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર, મહેમદાવાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, મનપા કમિશનર જી. એચ.સોલંકી, ડીઆરડીએ ડાયરેક્ટર લલિત પટેલ સહિત સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प