सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

15મી ઓગસ્ટ-2024ની રાજ્યકક્ષાની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય સમિતિની બેઠક યોજાઈ

રાજ્યકક્ષાની ઉજવણીના કાર્યક્રમ દરમિયાન મેડીકલ સહાય પુરી પાડવા કુલ 20 મેડીકલ ટીમો નિયુક્ત કરવામાં આવી

યેશા શાહ
  • Jul 16 2024 6:38PM
 મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી વી. એ. ધ્રુવેની અધ્યક્ષતામાં આગામી 15મી ઓગસ્ટ-2024ની ખેડા જીલ્લા ખાતે થનાર રાજ્યકક્ષાની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, નડિયાદ ખાતે આરોગ્ય સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં કાર્યક્રમને અનુરૂપ તબીબી સેવાઓ પુરી પાડવા હેતુ આરોગ્ય સમિતિના સભ્યોની કામગીરીની ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન કોઈ પણ જાતની મેડીકલ ઈમરજન્સીને પહોંચી વળવા હેતુ કુલ 20 મેડીકલ ટીમો નિયુક્ત કરવામાં આવી છે. મેડીકલ ટીમમાં ફાર્માસિસ્ટ, સ્ટાફ નર્સ, વોર્ડ બોય, ડ્રાઈવર, સીએચઓ, એફએચડબલ્યુ, આયુષ ડોક્ટર, મેડીકલ ઓફીસર સહિતનો સ્ટાફ હાજર રહેશે. હેલીપેડ એટહોમ કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને સ્વાતંત્ર્ય દિન ઉજવણી કાર્યક્રમના સ્થળે 108 એમ્બુલન્સ સેવાઓ પુરી પાડવામાં આવશે. વધુમાં, મેડીકલ ટીમના ઉપયોગ માટે આવશ્યક ઈમરજન્સી જીવન રક્ષક દવાઓનો જથ્થો તૈયાર રાખવામાં આવશે.

આ બેઠકમાં અધિક જીલ્લા આરોગ્ય અધિકારી, સિવિલ સર્જન, ઈ.ચા. સિવિલ સર્જન, જીલ્લા આયુર્વેદિક અધિકારી, નડિયાદ ટીએચઓ, નગરપાલીકા ચીફ ઓફીસર, 108 એમ્બ્યુલન્સ સેવાના પ્રતિનિધિ સહિત આરોગ્ય શાખાના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार