सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ખેડા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નડીઆદ દ્વારા કાનૂની શિક્ષણ અને સ્વરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

INTERNATIONAL JUSTICE DAY – વિશ્વ ન્યાય દીનની ઊજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો

યેશા શાહ
  • Jul 16 2024 7:03PM
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા-નડીઆદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એન એ અંજારીઆની સૂચના અને માર્ગદર્શન અનુસાર ફુલ ટાઈમ સેક્રેટરી ડી બી. જોષી દ્વારા મફત કાનૂની સેવા-સહાય અને શિક્ષણની જાણકારી તમામ નાગરિકો સુધી પહોચે તે હેતુસર જનજાગૃતિ અને પ્રચાર-પ્રસારની સઘન અને અસરકારક કામગીરી થાય તે માટે સમયાંતરે અને નિયમિત રૂપે કાનૂની શિક્ષણનાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેનાં ભાગરૂપે “INTERNATIONAL JUSTICE DAY –  વિશ્વ ન્યાય દીન” ની ઉજવણી અંતર્ગત જિલ્લા પોલીસ ખેડાનાં મહિલા પોલીસ અધિકારી કર્મચારીઓની SHE ટીમ તથા શીતોર્યું કરાટે સ્કુલ ઓફ ઇન્ડીયા-નડીઆદનાં કોચ તથા ટીમનાં સંયુક્ત ઉપક્રમે બી એમ. પટેલ હાઈસ્કુલ નરસંડા ખાતે  અભ્યાસ કરતી વિધાર્થીનીઓને બાળકો - મહિલાઓને લગતાં કાયદાઓ તથા “SELF DEFENCE TECHNIQUE-સ્વરક્ષા તકનીક” વિશેની માહિતી આપવાના હેતુસર એક વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનાં અધ્યક્ષ તરીકે તાલુકા કાનૂની સેવા સમિતિ, સિનિયર સિવિલ કોર્ટ નડીઆદનાં ચેરમેન અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ જી ડી. પડીયાએ વિશેષ ઉપસ્થિત રહીને પ્રાસંગિક ઉદબોધન કરીને વિધાર્થીનીઓને “વિશ્વ ન્યાય દીન” ઉજવણીની શરૂઆત અને ઉદેશ્ય વિશે માહિતી આપી હતી, ત્યારબાદ વડતાલ પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રીમતિ ઉષા કાતરીયાનાં નેતૃત્વમાં ખેડા જિલ્લા મહિલા પોલીસનાં અધિકારી/કર્મચારીઓએ ડેમોન્સ્ટ્રેશન દ્વારા વિધાર્થીનીઓને રીક્ષા, બસ – ટ્રેન વિગેરેમાં પ્રવાસ વખતે અથવા કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં કઈ રીતે સજાગ રહેવું તથા પોલીસ વિભાગની ૧૮૧ અભયમ તથા ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પલાઈન કે સ્થાનિક પોલીસનો સંપર્ક કરીને તાકીદે મદદ મેળવીને પોતાની સુરક્ષા કરવી તે વિશે વિસ્તૃત માહિતી આપી હતી, ત્યારબાદ શીતોર્યું કરાટે સ્કુલ ઓફ ઇન્ડીયા-નડીઆદનાં હેડ કોચ શૈલેષ પારેખ તથા ટીમ દ્વારા કરાટેનાં વિવિધ સ્ટંટનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરીને કરાટે તાલીમ દ્વારા કન્યાઓને વધુ સશક્ત બનવા પ્રેરણાં આપી હતી.  

કાર્યક્રમના અંતમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા-નડીઆદના ફુલ ટાઈમ સેક્રેટરી અને સિનિયર સિવિલ જજ ડી બી. જોષી દ્વારા બાળકો - મહિલાઓને લગતા કાયદાઓ તથા  મફત અને સક્ષમ કાનૂની સહાય વિષય પર વિશેષ માહિતી અને સમજ આપીને સૌ વિધાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી.   
                       
આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન અને વ્યવસ્થા બી એમ. પટેલ હાઈસ્કુલ કેળવણી મંડળ નરસંડાનાં પ્રમુખ સુરેશ પટેલની સુચના અને માર્ગદર્શન હેઠળ આચાર્ય મિતેષ પટેલ, જેમાં ખેડા જિલ્લા મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર કે. પરમાર સહિત મહિલા પોલીસ કર્મચારીઓ સહિત શાળાનાં શિક્ષકગણ તથા વિધાર્થીઓ સહિત  કુલ-૨૫૦ વ્યક્તિઓએ હાજર રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार