વિકાસની હરણફાળ ભરતા શહેરોમાં હાઇરાઇઝ બિલ્ડિંગો બની રહ્યા છે. જેમાં આગ જેવી ઘટનાઓ સર્જાતા જીવ ગુમાવવો પડે છે. સુરત ની તક્ષશિલા ઘટનાને યાદ કરીએ તો ચાર વર્ષ વીતી ગયા છે. જેમાં 22 માસુમો નો જીવ ગયો હતો. ત્યારે કોઈ આવી ઘટના દરમિયાન બચી શકાય અને તેના ઉપાય તરીકે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ખેરલાવ વાણિયાવાડ ની પ્રાથમિક શાળાના બાળક જિયાશ મનીષ ભાઈ પટેલે શાળાના ગણિત વિજ્ઞાન નાં શિક્ષક ચેતન કુમાર રમેશ ભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ LIFE SAVING WINDOW ( લાઈફ સેવિગ વિન્ડો ) નામની કૃતિ તૈયાર કરી છે.
જેને સુરત બારડોલી ખાતે યોજાયેલા પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી. જેમા ગુજરાત રાજ્યના તમામ જિલ્લા માથી 60 કૃતિ આવી હતી. જેમાં ખેરલાવ પ્રાથમિક શાળાની કૃતિ LIFE SAVING WINDOW ની પસંદગી રાષ્ટ્રીય કક્ષાએ થઈ હતી. વિદ્યાર્થી અને શિક્ષક ની મહેનતના કારણે શાળા તેમજ જિલ્લા નું ગૌરવ વધ્યું છે.
જે બદલ શાળાના આચાર્ય શાળા પરિવાર ગામના સરપંચ અને ગ્રામજનોએ કૃતિ તૈયાર કરનાર બાળક અને માર્ગદર્શન શિક્ષક ને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
શું છે પ્રોજેક્ટ અને તેની કાર્યપદ્ધતિ :
કાડૅ બોડૅ ની મદદ થી ઈમારત બનાવી છે. જેમાં આંગળના નિર્દેશન માટે પીડા અને લાલ રંગ ની LED લાઈટ લગાવવામાં આવી છે. સાથે સેન્સર જોડેલ છે. જ્યારે આગ લાગે ત્યારે સેન્સર કામ કરે છે. પરિપથ પુર્ણ થાય છે અને ઈમારતમાં બારી સાથે જોડેલા મોટર કામ કરે છે.અને અડધી બારી નીચે ની તરફ સરકી પડે છે. આને ડાબી તરફ ખસે છે. જેથી સીડી જેવી રચના બને છે. અળધી બારી નીચે ની તરફ ખસે છે. જેથી ત્યાં જગ્યા થાય છે. ત્યાંથી આગમાં ફસાયેલા વ્યક્તિ ઓ બાહર આવે છે. અને સીડી દ્વારા નીચે સુધી સુરક્ષિત રીતે આવી પોતાનો જીવ બચાવે છે.