सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

જુનાગઢમાં લીલી પરિક્રમાને ધ્યાનમાં રાખી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે, જુઓ અહીં સંપુર્ણ માહિતી

વેરાવળ ગાંધીગ્રામ ટ્રનની ટિકિટનું આજથી બુકિંગ શરુ થશે.

Jashu Bhai Solanki
  • Nov 8 2024 10:46AM

જુનાગઢમાં લીલી પરિક્રમાં મેળા દરમિયાન મુસાફરોના ઘસારાને ધ્યાનમાં રાખીને પશ્વિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે વેરાવળ-ગાંધીગ્રામ અને જુવાગઢ-રાજકોટ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. જુઓ તેમનું વિગતવાર વર્ણન.

ટ્રેન નંબર 09556 વેરાવળ-ગાંધીગ્રામ સ્પેશિયલ ટ્રેન વેરાવળથી 21.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 8.00 કલાકે ગાંધીગ્રામ પહોંચશે. આ ટ્રેન માળીયા હાટીના, કેશોદ, જૂનાગઢ, જેતલસર, વિરપુર, ગોંડલ, ભક્તિનગર, રાજકોટ, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર જંકશન, બોટાદ, ધંધુકા, ધોળકા, બાવળા અને સરખેજ સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ કોચ હશે. આ ટ્રેનના જનરલ કોચ અને SLRD કોચ અનરિઝર્વ્ડ હશે, જેની ટિકિટ કાઉન્ટર પરથી મળશે અને આ કોચમાં સુપરફાસ્ટ મેલ/એક્સપ્રેસનું ભાડું વસૂલવામાં આવશે.

ટ્રેન નંબર 09579 રાજકોટ-જૂનાગઢ વિશેષ ટ્રેન રાજકોટ સ્ટેશનથી સવારે 10.55 વાગ્યે ઉપડશે અને બપોરે 13.00 વાગ્યે જૂનાગઢ પહોંચશે. એ જ રીતે, બદલામાં, ટ્રેન નંબર 09580 જૂનાગઢ-રાજકોટ સ્પેશિયલ ટ્રેન જૂનાગઢથી 13.40 કલાકે ઉપડશે અને 17.05 કલાકે રાજકોટ પહોંચશે. ઉપરોક્ત બંને ટ્રેનો બંને દિશામાં ભક્તિનગર, ગોંડલ, ગોમટા, વીરપુર, નવાગઢ, જેતલસર અને વડાલ સ્ટેશન પર ઉભી રહેશે. નોંધનીય છે કે ઉપરોક્ત બંને ટ્રેનો સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ ટ્રેનો તરીકે દોડશે.

ટ્રેન નંબર 09556 અને 09555 માટે ટિકિટ બુકિંગ 08.11.2024 (શુક્રવાર) થી પેસેન્જર રિઝર્વેશન કેન્દ્રો અને  વેબસાઇટ પર ખુલશે. આ ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. 


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार