सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

Cencer Medicine: કેન્સરના દર્દીઓને મળશે રાહત, સરકાર દ્વારા દવાઓ પરની કસ્ટમ ડ્યુટી હટાવી

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ભાવ ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

Jashu Bhai Solanki
  • Oct 30 2024 2:37PM

કેન્દ્ર સરાકારના નવા આદેશથી કેન્સર જેવી ગંભીર બિમારીથી પીડિત લોકોને રાહત મળશે, મોંઘી દવાઓ અને મોંધી સારવારથી છુટકારો આપવા માટે સરકારે ફાર્માસ્યુટીકલ કંપનીઓને ત્રણ કેન્સર વિરોધી દવાઓના ભાવ ધટાડવા માટે કહ્યું હતું. જેથી ગ્રાહકોને કસ્ટમ ડ્યુટી અને જીએસટીમાંથી છુટકારો મળે. મંજ્ઞાલયો કહ્યું કે બજારમાં આ દવાઓની કિંમત ઘટાડવી જોઇએ અને ઓછા ટેક્સ અને ડ્યુટીનો લાભ ગ્રાહકો સુધી પહોચાડવો જોઇએ.

ટ્રસ્ટુઝુમૈબ, ઓસિમેરટિનિબ અને ડર્વાલુમૈબ આ દવાઓની કિંમત ઘટાડવાના નિર્દેશ
પોષણક્ષમ ભાવે દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની તેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ સંબંધિત દવા ઉત્પાદકોને પત્ર લખીને ત્રણ કેન્સર વિરોધી દવાઓ એટલે કે ટ્રસ્ટુઝુમૈબ, ઓસિમેરટિનિબ અને ડર્વાલુમૈબના ભાવ ઘટાડવાનો નિર્દેશ આપ્યો છે.

ત્રણેય દવાઓ પર કસ્ટમ ડ્યુટી શૂન્ય કરવાના નિર્દેશ અપાયા
રસાયણ અને ખાતર મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, સામાન્ય બજેટ 2024-25માં કરવામાં આવેલી જાહેરાત હેઠળ આ ત્રણેય કેન્સર વિરોધી દવાઓને કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી રહી છે. 23 જૂલાઈના રોજ નાણા મંત્રાલયના મહેસૂલ વિભાગે ત્રણેય દવાઓ પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને શૂન્ય કરવાની સૂચનાઓ જાહેર કરી હતી. તદનુસાર, આ ત્રણ દવાઓની મહત્તમ છૂટક કિંમતમાં ઘટાડો થશે અને ગ્રાહકોને કર અને ડ્યુટીમાં ઘટાડાનો લાભ મળશે.

કિંમતમાં ફેરફાર સંબંધિત માહિતી NPPAને સબમિટ કરવાની રહેશે
મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે ઉત્પાદકોએ ડીલરો, રાજ્ય દવા નિયમનકારો અને સરકારને આ ફેરફારો દર્શાવતી કિંમત સૂચિ અથવા પૂરક કિંમત સૂચિ પ્રકાશિત કરવી પડશે અને NPPAને કિંમતમાં ફેરફાર વિશે માહિતી સબમિટ કરવી પડશે.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ભાવ ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ અને જીએસટીના દરમાં ઘટાડાથી બજારમાં આ દવાઓની એમઆરપીમાં ઘટાડો થવો જોઈએ અને ટેક્સ અને ડ્યૂટીમાં ઘટાડાનો લાભ ગ્રાહકોને મળવો જોઈએ. તેથી NPPA દ્વારા સોમવારે ઓફિસ મેમોરેન્ડમમાં ઉપરોક્ત દવાઓના તમામ ઉત્પાદકોને આ દવાઓની MRP ઘટાડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. લોકસભામાં 2024-25 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરતા નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ટ્રસ્ટુઝુમૈબ, ઓસિમેરટિનિબ અને ડર્વાલુમૈબ પરની કસ્ટમ ડ્યૂટી 10 ટકાથી ઘટાડીને શૂન્ય કરવાની દરખાસ્ત કરી હતી. 


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार