દિવાળીએ હિન્દુ ધર્મનો સૌથી મહત્વનો તહેવાર છે. પૌરાણીક કથાઓ અનુસાર ભગવાન શ્રી રામ 14 વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યા પધાર્યા ત્યારે લોકોએ દિવડા પ્રગટાવી સ્વાગત કર્યું હતું. ત્યારથી દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. દિવાળીના તહેવારની પાંચ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમા આજે બીજો દિવસ એટલે કાળી ચૌદસ, કાળી ચૌદસ એ શક્તિ પૂજન કરવાનો દિવસ છે.
કાળી ચૌદસના દિવસે ચારમુખી દીવો પ્રગટાવવાનું મહત્વ
કાળી ચૌદસના દિવસે મા કાલી, ભગવાન કૃષ્ણ અને યમરાજની પૂજા કરવામાં આવે છે. આ સાથે જ ચારમુખી દીવો પણ પ્રગટાવવામાં આવે છે. તેમનું પણ ઘણુ મહત્વ છે. કાળી ચૌદસના દિવસે ચારમુખી દિવો પ્રગટાવવામાં આવે છે, તેથી આખુ વર્ષ નકારાત્મત ઉર્જા અને નકારાત્મક શક્તિઓ દુર રહે છે. તેમજ અકાળ મૃત્યું કે શત્રુઓનો ભય રહેતો નથી.
ચારમુખી દીવો પ્રગટાવવાથી ઘરમાં શાંતિ તેમજ સુખ અને સમૃદ્ધિ જળવાઇ રહે છે. કાળી ચૌદસના દિવસે 14 દીવા પ્રગટાવવા એ ખુબ જ શુભ માનવામાં આવે છે. આ 14 માથી એક દીવો એ યમનો દીવો છે. આ ચાર મુખ વાળો દીવો છે. આજના દિવસે ચારમુખ વાળો દીવો પ્રગટાવવાથી ભગવાન શ્રી કૃષ્ણ, માં કાલી અને યમરાજની કૃપા પ્રાપ્ત થાય છે. તેનાથી ઘરમા શાંતિ જળવાઇ રહે છે.
જાણો અહી પૂજાનો સમય
આ વર્ષે કાળી ચૌદસના દિવસે પૂજાના શુભ સમય 30 ઓક્ટોબરે અટલે કે આજે સાંજે 4.36 થી 6.15 સુધીનો રહેશે. પૂજા કરતી વખતે ઘરના મુખ્ય દ્વાર પર ચારમુખી દીવો રાખવામાં આવે છે, જેનાથી ઘરના સુખ શાંતિ અને સમૃદ્ધી જળવાઇ રહે છે. તેમજ ઘરમા નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો નથી.