કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSનું સંયુક્ત ઓપરેશનમાં પાકિસ્તાની બોટ સાથે 50 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવી, પાક બોટ સાથે 6 ક્રુ મેમ્બર પણ ઝડપાયા
બોટને વધુ તપાસ માટે જખૌ બંદરે લાવવામાં આવી રહી છે
ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATS દ્વારા મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજે ગુજરાત ATS સાથેના સંયુક્ત ઓપરેશનમાં કચ્છની દરિયાઇ સીમા પાસેથી 06 ક્રૂ મેમ્બર સાથે 50 કિલો હેરોઈન ઝડપી પાડવામાં આવ્યું છે. આ સાથે પાકિસ્તાની બોટ અલ-સાકરને ઇન્ટરનેશનલ મેરીટાઈમ બાઉન્ડ્રી લાઈન (IMBL) કચ્છની દરિયાઇ સીમા નજીકથી આજે સવારે 350 કરોડ રૂપિયાની માર્કેટ કિંમતના 50 કિલો હેરોઈન સાથે ઝડપી પાડવામાં આવી છે.
ભારતીય કોસ્ટ ગાર્ડ સાથે એટીએસે છેલ્લા એક વર્ષમાં આ છઠ્ઠું ઓપરેશન પાર પાડ્યું છે. ગત મહિને 14 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાની બોટમાંથી આશરે 200 કરોડની કિંમતનું 40 કિલો હેરોઇન પકડવામાં આવ્યું હતું. એટલે કે તે ઓપરેશનના એક મહિના કરતાં ઓછા સમયમાં બીજું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.
ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજોએ તોફાની દરિયા અને ખરાબ હવામાન વચ્ચે બહાદુરી બતાવતા આ જહાજની ઝડપી પાડ્યું હતું. આ બોટને વધુ તપાસ માટે જખૌ લાવવામાં આવી રહી છે. ત્યા તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. માહિતી પ્રમાણે અલ-સાકાર નામની પાકિસ્તાની બોટ સાથે 6 પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરવામાં આવી છે.
ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATS નું કાબિલેદાદ સંયુક્ત ઓપરેશન
પ્રાપ્ત માહિતી મુજબ ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATSએ ખરેખર સિનર્જી અને જોઈન્ટમેનશિપનું ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કર્યું છે. ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATSની આવી કામગીરી ખરેખર બીરદાવવા લાયક છે. કારણ કે, છેલ્લા એક જ વર્ષમાં આ છઠ્ઠું આપરેશન પાર પાડવામાં આવ્યું છે. જ્યારે આ મહિનામાં બીજું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. આ સાથે છ આરોપીને પણ પકડી પાડવામાં આવ્યા છે.
ગુજરાતના દરિયાઈ વિસ્તારમાંથી 14 સપ્ટેમ્બરે એન્ટી ટેરર સ્ક્વોડ અને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા પંજાબમાં લઇ જવાઈ રહેલું ડ્રગ્સ ગુજરાતના દરિયામાં જ ઝડપી લેવામાં આવ્યું હતું. માહિતી પ્રમાણે એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમે ગુજરાતના દરિયા કિનારેથી અરબી સમુદ્રમાં પાકિસ્તાની ફિશિંગ બોટમાંથી 200 કરોડ રૂપિયાની કિંમતનું 40 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું. ગુજરાતના દરિયાકાંઠેથી 33 નોટિકલ માઈલ દુર પાકિસ્તાની બોટને દૂર ભારતીય જળસીમામાં પકડી પડવામાં આવી હતી.
ગુજરાતના ગૃહરાજ્ય મંત્રીએ ડ્રગ્સ નેટવર્કને તોડવાના ગુજરાત પોલીસના પ્રયત્નો બિરદાવ્યા
તાજેતરમાં જ ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ પકડવા મામલે ગુજરાત પોલીસની પીઠ થાબડી હતી અને કહ્યું હતું કે.. ગુજરાત જ નહીં અનેક રાજ્યોના ડ્રગ્સ નેટવર્ક તોડવામાં આવી રહ્યાં છે. તેમણે કહ્યું કે કોઈ ગમે તેવું રાજકારણ કરે, પોલીસ તેનું કામ કરશે અને ડ્રગ્સના આંકડા વધે તો ભલે વધે, અમે આ જ રીતે ઓપરેશન ચલાવીને ડ્રગ્સ પકડતા રહીશું. પોલીસના સાહસને સલામ કરવાની જગ્યાએ જે લોકો રાજકારણ કરે છે તેમને જનતા જોઈ રહી છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प