સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ રાજ્ય ચૂંટણી આયોગની આખરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પંચાયત, મગરપાલિકા, અને જૂનાગઢ તથા અન્ય મનપા ચૂંટણીઓની આખરી તૈયારીઓ હાલમાં ચાલી રહી છે. ખાલી પડેલી બેઠકોની ચૂંટણી માટે ફોટો મતદાર યાદી જાહેર કરવામાં આવશે. ફેટાવાળી આખરી મતદાર યાદી 19 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.
રાજ્યમાં 78 નગરપાલીકાની ખાલી બેઠકો
રાજ્યમાં 78 નગરપાલીકાની ખાલી બેઠકો તેમજ ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત 17 તાલુકામાં પંચાયત પર ચૂંટણઈ કરવામાં આવશે. જૂનાગઢ તથા અન્ય મનપાના ખાલી પડેલી બેઠકો માટે ફોટો મતદાર યાદી જાહેર કરવામાં આવશે. તેમજ પ્રાથમિક મતદાન યાદી સામે રજુ થતા દાવા બાદ સુધારા કરી આખરી મતદાન યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાન્યુઆરીમાં જાહેર થવાની સંભાવના
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત પહેલા એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી હતી. કેબિનેટની બેઠકમાં મંત્રીઓને જિલ્લાવાર જવાબદારી સોંપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થવાની શક્યતા છે.
મહત્વનું છે કે, ગયા મહિને સ્થાનિક સ્વરાજ્યની બેઠકો ફાળવવામાં આવી હતી. રાજ્યની 79 નગરપાલિકાઓને બેઠકો ફાળવવામાં આવી હતી. રાજ્યમાં 27 ટકા અનામત લાગુ કરવામાં આવી હોવાથી બેઠક ફાળવણી અને મૂલ્યાંકનમાં ફેરફાર થયો હતો.
પાલિકાનું રોસ્ટર નોટિફિકેશન પણ જાહેર કરાયું હતું
અગાઉ રાજ્યની આઠ નગરપાલિકાઓની રોસ્ટર નોટિફિકેશન જાહેર કરવામાં આવી હતી. શહેરી વિકાસ વિભાગે રોસ્ટર અંગે જાહેરનામું બહાર પાડ્યું હતું. જે મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રથમ ટર્મમાં પછાત વર્ગ અને બીજી ટર્મમાં મહિલા અનામત આપી છે.