सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ગુજરાત-છત્રપતિ શિવાજી મહારાજ ની 393મી જન્મ જયંતી વલસાડ માં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું.

છત્રપતિ શિવાજી મહારાજ ની 393મી જન્મ જયંતી પર વલસાડ માં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. વિવિધ વેશભૂષા માં દર્શાવેલી શિવાજી મહારાજની ઝાંખી આકર્ષણનું કેન્દ્ર બન્યું.

રિપલભાઈ ઉત્તમભાઈ પટેલ
  • Feb 20 2023 2:34PM
વલસાડ શહેર અને જિલ્લામાં વિવિધ હિન્દૂ સંગઠનો અને સમસ્ત મરાઠી સમાજના અગ્રણીઓએ શહેરોના મુખ્ય માર્ગો ઉપર શિવાજી જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ શહેરમાં ભીડભંજન મહાદેવ મંદિરથી શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વલસાડ શહેર સહિત જિલ્લાના તમામ મુખ્ય માર્ગો જય શિવાજી અને જય ભાવનીના નાદ સાથે ગુંજી ઉઠયા હતા. સમસ્ત મરાઠી સમાજના અગ્રણીઓ અને વિવિધ હિન્દૂ સંગઠનના અગ્રણીઓએ શિવાજી મહારાજની વિવિધ વેશભૂષામાં શિવાજી મહારાજની ઝાંખી દર્શાવી હતી. જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું. વલસાડ શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારમાં સમસ્ત હિંદુ સમાજ અને મહારાષ્ટ્ર સમાજ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની 393મી જન્મ જયંતી ઉજવવામાં આવતા મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા હતા. શહેરના શાકભાજી માર્કેટ સ્થિત ભીડભંજન મહાદેવ મંદિર પાસેથી શહેરના મુખ્ય માર્ગો ઉપર છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના મુખ્યમાર્ગો ઉપર નાસિક ઢોલ અને DJના તાલ સાથે જય ભાવની ના નાદથી સમગ્ર વલસાડ શહેર ગુંજી ઉઠ્યું હતું. સાથે વલસાડ જિલ્લા ધરમપુર સહિત અન્ય વિસ્તારોમાંથી પણ છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય શોભાયાત્રાનું આયોજન અલગ અલગ સંગઠનો દ્વારા કરવામાં આવ્યું હતું. છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે યોજાયેલી શોભાયાત્રામાં અનેક વેશભૂષા સાથે છત્રપતિ શિવાજી મહારાજના ઇતિહાસ વિશે ઝાંખી કરાવી હતી. જય શિવાજી જય ભવાનીના નારાઓ સાથે વલસાડ શહેર સહિત સમગ્ર જિલ્લો ગૂંજી ઉઠ્યો હતો. છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતીના પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ,પાલિકાના પ્રમુખ જ્યોત્સનાબેન દેસાઈ,ઉપપ્રમુખ નરેશ પટેલ,ધરમપુર ભાજપ શહેર પ્રમુખ પ્રણવ શિંદે, ધરમપુર તાલુકા પ્રભારી જયેશભાઇ દળવી,RSS ધરમપુરના સંઘચાલક મનસુખભાઇ વાવડીયા તેમજ મોટી સંખ્યામાં મરાઠી સમાજનાં લોકો જોડાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા હરેન્દ્રસિંહ રાવરાણા,ભાવુભાઈ શિંદે, અજય ભાવસર તેમજ સમસ્ત છત્રપતિ શિવાજી મિત્ર મંડળ ધરમપુરના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार