ગુજરાત-વલસાડ જિલ્લામાં શ્રમિક કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમિકોની ઓનલાઇન નોંધણીની પ્રક્રિયા શરૂ
વલસાડ જિલ્લામાં શ્રમિક કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમિકોની ઓનલાઇન નોંધણીની પ્રક્રિયા શરૂ થઈ. અત્યાર સુધી માં 12,304 શ્રમિકોની નોંધણી થઈ હતી.
વલસાડ જિલ્લા મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમિકોની ઓનલાઇન નોંધણીની કામગીરી ગ્રામ પંચાયતો ખાતે શરૂ કરવામાં આવી છે. જેમાં જિલ્લામાં વસતા તમામ શ્રમિકોની ઓનલાઇન નોંધણી કરવામાં આવી રહી છે. સાથે તમામ શ્રમિકોને ઇશ્રમ કાર્ડ આપવામાં આવી રહ્યા છે. સરકારની વિવિધ યોજનાઓના લાભ શ્રમિકોને સરળતાથી મળી રહે અને શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા કામગીરી હાથ ધરાઈ છે. અત્યાર સુધીમાં કુલ 12,304 લાભાર્થીઓની વલસાડ જિલ્લામાં ઓનલાઇન નોંધણી કારવામાં આવી રહી છે.
જિલ્લાના મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા તમામ શ્રમિકોની ઓનલાઇન નોંધણીની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં કડીયા, પ્લમ્બર, ઇલેક્ટ્રિસિયન, સુથાર, લુહાર, વાયરમેન, કલરકામ કરનાર, લિફ્ટ ઇન્સ્ટોલ કરનાર વર્કર્સ, ફેબ્રિકેશન કામ કરનાર, ઈંટ અને નળીયા બનાવનાર, વેલ્ડર, સ્ટોન કટિંગ-ક્રેશીંગ કરનાર અને મનરેગા યોજનાના વર્કર સહિત અન્ય કામોમાં શ્રમ આપનાર શ્રમિકોની ઓનલાઇન નોંધણીની પ્રક્રિયા જિલ્લાની મોટાભાગની તમામ ગ્રામ પંચાયતોમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
ઈ શ્રમ કાર્ડ બન્યા બાદ તમામ શ્રમિકોને હાઉસિંગ સબસીડી યોજના, વિશિષ્ટ અભ્યાસ કોચિંગ યોજના, શ્રમક અન્નપૂર્ણા યોજના, મેડિકલ સહાય યોજના, શિક્ષણ સહાય યોજના સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સુધી સીધો લાભ પહોંચાડી શ્રમિકોને ઉજ્જવળ અને પગભર બનાવવા યોજનાઓ ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા બનાવવા આવી છે. જે માટે જિલ્લાના તમામ શ્રમિકોની ઓનલાઇન નોંધણી કરાવવી ફરજિયાત હોવાનું વલસાડ જિલ્લા શ્રમયોગી કલ્યાણ વિભાગના અધિકારી એન આર ચૌધરીએ જણાવ્યું છે. જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ શ્રમિકોને શ્રમયોગી કલ્યાણ બોર્ડના લાભો અપાવવા અને શ્રમિકોને જાગૃત કરવા વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાની મોટાભાગની તમામ ગ્રામ પંચાયતો ઉપર શ્રમયોગી યોજનાની ઓનલાઇન નોંધણી કરવામાં આવી રહી છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प