પ્રાંત કચેરી કપડવંજ ખાતે જન્મ-મરણના કેસોના નિકાલ માટે યોજાયેલ આ ખાસ ઝુંબેશમાં એક જ દિવસમાં ૧૪૫ જેટલા કેસોની સુનાવણી કરવામાં આવેલ હતી. આ ઝુંબેશમાં મોટાભાગના કેસોમાં અરજદારો હાજર રહ્યા હતા.
આ ઝુંબેશમાં નાયબ મામલતદાર શ્રી રાવલ ભાઈ, દિપકભાઈ પ્રજાપતિ, સાવનભાઈ જોશી તથા અનિલભાઈ ગઢવી તેમની ટીમ સાથે વિશેષ મદદરૂપ થયા હતા. આ સાથે આ ઝુંબેશમાં તમામ કિસ્સાઓમાં કપડવંજ તથા કઠલાલ તાલુકાના તલાટી કમ મંત્રીઓએ પણ હાજરી આપી હતી. આજના દિવસ દરમિયાન ૪૭ જેટલા કેસ ઠરાવ ઉપર લેવામાં આવ્યા હતા. પ્રાંત અધિકારી ધર્મેન્દ્રસિંહ મકવાણાએ ઝુંબેશને સફળ બનાવવા માટે તમામને અભિનંદન પાઠવ્યા હતા.