सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ગુજરાત-વાપીના પોલીસ કર્મીઓમાં સૌથી વધુ બ્લડ પ્રેશરની બિમારી જોવા મળી

ડુંગરા, ટાઉન અને GIDC ના 250 થી વધુ પોલીસ નાં હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. એમાં વાપીના પોલીસ કર્મીઓમાં સૌથી વધુ બ્લડ પ્રેશરની બિમારી જોવા મળી હતી.

રિપલભાઈ ઉત્તમભાઈ પટેલ
  • Feb 27 2023 9:30AM

વાપી ટાઉન, જીઆઇડીસી અને ડુંગરા પોલીસના કર્મીઓ માટે રવિવારે પારડી ખાતે એક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જનરલ ચેકઅપ, બ્લડપ્રેશર, બ્લડ સુગર, કાર્ડિયોગ્રામ, આંખ, દાંત અને સ્કીનની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 40 કર્મી પ્રેશરના અને 18થી 20 લોકો સુગરથી પીડિત હોવાનું બહાર આવ્યું હતું. વાપી જીઆઈડીસી, ટાઉન અને ડુંગરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ, ટ્રાફિકના જવાનો, જીઆરડીના જવાનો તેમજ તેમના પરિવારજનો માટે મેહતા હોસ્પિટલ કિલ્લા પારડી તથા હેલ્પીંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન રવિવારે કરવામાં આવ્યું હતું. જેમાં ડો.પ્રફુલ મેહતા, ડો.કૃપાલ પટેલ, ડો.અંબરીશ મણિયાર, ડો.અભિષેક હેરંજલ, ડો.રાધિકા હેરંજલ, ડો.ભક્તિ પટેલ, ડો.ચિંતન પટેલ, ડો.પુનિત માલવિયા, ડો.શ્રેયા દેસાઈ, ડૉ. કિંજલ, ડો.દીર્ઘમ, ડો.ચંદન તેમજ મેહતા હોસ્પિટલ અને હેલ્પીંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના સ્ટાફે સેવાઓ આપી હતી આ કેમ્પમાં જનરલ ચેકઅપ, બ્લડપ્રેશર, બ્લડ સુગર,કાર્ડિયોગ્રામ, આંખ, દાંત તથા સ્કીનની તપાસણી કરવામાં આવી હતી. વાપી વિભાગના ડીવાયએસપી દવે, પીઆઈ બી.જે.

સરવૈયા, પીઆઈ વી.જી. ભરવાડ, પીઆઈ સી.બી. ચૌધરી, પીએસઆઈ જે.આઈ. પરમાર, પીએસઆઈ ભીંગરાડીયા, પીએસઆઈ એ.બી.પરમાર, પીએસઆઈ કિરણ પાટીલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. હેલ્પીંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન ડો.પ્રફુલ મેહતા, વાઇસ ચેરમેન શરદ દેસાઈ, પ્રોગ્રામ કમિટી ચેરમેન પ્રીતેશ ભરૂચા વગેરેએ કેમ્પને સફળ બનાવવા માટે યોગદાન આપ્યું હતું. કાર્યક્રમના અંતે ડીવાયએસપી દવે તેમજ પોલીસ અધિકારીઓએ ઉપસ્થિત ડોક્ટર્સનું તથા હેલ્પીંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પદાધિકારીઓનું પુષ્પગુચ્છથી સન્માન કર્યું હતું. જ્યારે આભારવિધિ પીઆઈ બી.જે. સરવૈયાએ કરી હતી. આ કેમ્પમાં 285 જેટલા પોલીસ કર્મીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ચેકઅપ દરમિયાન 285 પૈકી 40 પોલીસ કર્મીઓ પ્રેશરથી પીડાતા હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે 18થી 20 કર્મી સુગરના દર્દી નિકળ્યા હતા. તબીબોના જણાવ્યા મુજબ ફરજ દરમિયાન સ્ટ્રેસના કારણે, ઉંઘ પુર્ણ ન મળવાના કારણે પ્રેશર અને સુગરની બિમારીની ચપેટમાં લોકો આવતા હોય છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार