सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નવસારી અને મોરબી મેડિક્લ કોલેજ માટે રાજયની ૦8 જીએમઇઆરએસ મેડિક્લ કોલેજમાંથી કુલ 146 પ્રાપ્યાપકોની બદલીઓ કરવામાં આવી

રાજયભરની ૦8 GMERS કોલેજમાંથી બદલીઓ થઈ

ઉત્કલ ઠાકોર
  • Jul 30 2022 10:10AM
નવસારીમાં  જીએમઇઆરએસ સંચાલિત શરૂ થનારી રાજપીપળા નવસારી અને મોરબી મેડિક્લ કોલેજ માટે રાજયની ૦8 જીએમઇઆરએસ મેડિક્લ કોલેજમાંથી કુલ 146 પ્રાપ્યાપકોની બદલીઓ કરવામાં આવી છે.

 વર્ષ 2009થી જીએમઇઆરએસ સંચાલિત આઠ મેડિક્લ કોલેજનો સમાવેશ થાય છે. જેમાં ગાંધીનગર, ગોત્રી, હિંમતનગર પાટણ જુનાગઢ વલસાડ અને વડનગરનો સમાવેશ થાય છે. જયારે જીએમઇઆરએસ સંચાલિત રાજ્યમાં નવી પાંચ મેડિક્લ કોલેજ શરૂ થવાની છે. જે માટે એનએમસી (નેશનલ મેડિકલ કાઉન્સીલ)નું ઇન્સપેકશન આવનાર છે. રાજપીપળા નવસારી અને મોરબી મેડિક્લ કોલેજનું ઇન્સપેકશન 10 ઓગષ્ટ અગાઉ આવે તેવી શકયતાઓ છે.

જીએમઇઆરએસ સંચાલિત પાંચ મેડિકલ કોલેજ નવી શરૂ થનારી છે. જેમાં ગોધરા, રાજપીપળા નવસારી પોરબંદર અને મોરબીનો સમાવેશ થાય છે. ગોધરા મેડિક્લ કોલેજના ઇન્સપેકશન માટે ચાર દિવસ અગાઉજ ગોત્રી મેડિક્લ કોલેજમાંથી ૩૨ પ્રાધ્યાપકોની બદલી કરવામાં આવી હતી. ગોધરા મેડિકલ કોલેજના ઇન્સપેકશન માટે એનએમસીની ટીમ આવી ના હતી વર્ચ્યુઅલ ઇન્સપેકશન હાથ ધરાયુ હતું. જયારે રાજપીપળા અને નવસારી માટે પણ ગોત્રીમાંથી પાંચ પ્રાધ્યાપકોની બદલી કરવામાં આવી છે.

 મેડિક્લ કોલેજની માન્યતા મેળવવા માટે શૈક્ષણિક સ્ટાફ પુરતો બતાવવા માટે રાજયની જીએમઈઆરએસ સંચાલિત મેડિક કોલેજમાંથી કુલ 146 પ્રાધ્યાપકોની બદલી કરવામાં આવી છે. જેમાં મોરબીમાં 40 નવસારીમાં 53 અને રાજપીપળામાં પણ પ્રાધ્યાપકોની બદલી કરવામાં આવી છે. નવસારી મેડિક્લ કોલેજમાં ગોત્રીના 02 પ્રાધ્યાપકો અને રાજપીપળા મેડિક્લ કોલેજમાં ગોત્રીના ૦૩ પ્રાધ્યાપકોની બદલી કરવામાં આવી છે.

બે સહિત ત્રણ મેડિક્લ કોલેજનું ઇન્સપેકશન આવનાર છે. ત્યારે ગોત્રી મેડિકલ કોલેજમાંથી કરાયેલી બદલીના લીધે ગોત્રી મેડિકલ કોલેજ ખાલીખમ થઈ ગઈ છે. ગોત્રી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓનો અભ્યાસ હવે ભગવાન ભરોસે હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार