શોખ બડી ચીજ હૈ.. આ કહેવતને સાર્થક કરતું ઉદાહરણ એટલે નવસારીના તાલોધ ગામનું યુગલ, જેમણે પોતાના ધરને એક શંખ સંગ્રહાલયમાં ફેરવી નાખ્યું છે. આ દંપતીએ પોતાના ધરમાં 5 હજારથી વધુ શંખનો સંગ્રહ કર્યો છે.
નાનપણથી જ સમુદ્ર અને માછલીઓ પ્રત્યે લગાવ
ગણદેવી તાલુકાના નાનકડા તલોધ ગામમાં રહેતા મેહુલ પટેલ ને નાનપણથી જ સમુદ્ર અને માછલીઓ પ્રત્યે લગાવ હતો. જેને પગલે ઘરમાં માછલીઘર રાખવાની દીવાનગી હતી અને માછલીઘરમાં ડેકોરેશનમાં રાખવા માટે સમુદ્ર કિનારેથી વિવિધ શંખો – પત્થરોનો સંગ્રહ કરતા હતા. સમુદ્ર વિષે જાણવા માટે પણ પહેલાથી આતુરતા, પરંતુ શોખ આગળ વધી શક્યો નહીં અને શિક્ષણ કાર્ય પૂર્ણ કરી સુરત મહાનગરપાલિકામાં નોકરીમાં સ્થાયી થયા. હિરલબેન, મેહુલભાઈના જીવનમાં આવ્યા અને બંનેના શોખ એક તબક્કે ભેગા થઇ ગયા. તેમણે ફરી સમુદ્ર કિનારાઓ પરથી શંખ-છીપ-પત્થરો વિગરે ડેકોરેશન હેતુથી એકત્ર કરવાનું શરૂ કર્યું. પણ તમના જીવનો યુ-ટર્ન ગુજરાતના દીવ ખાતે આવેલ કે નાના સમુદ્રી શંખના સંગ્રહાલયની મુલાકાત બાદ આવ્યો, જ્યાં એમણે શંખના સંગ્રહને જોઈને નક્કી કર્યું કે આતો આપને પણ કરી શક્યું, અને આમ તેમને મુખ્ય ધ્યેય મળ્યો.
100 જેટલા શંખોથી સફરની શરુઆત કરી હતી.
તેમના જોડે રહેલ અંદાજીત 100 જેટલા શંખોથી શરૂ થયેલ તેમનો સફર ભારતીય સમુદ્રની દરેક સમુદ્ર કિનારે પહોચ્યો, પશ્ચિમ દ્વારકા થી દક્ષિણ કન્યાકુમારી અને કન્યાકુમારી થી પૂર્વ ગંગાસાગરના તમામ ખ્યાતનામ સ્થળો પર સફર કર્યો, અંદમાન-નિકોબાર દીપ સમૂહ અને પરદેશમાં ઈન્ડોનેશીયા જ્યાં પોતે પ્રવાસ કરી શંખો-છીપ ભેગા કર્યા અને સમુદ્ર સાથે સંકળાયેલા અને જીવ સૃષ્ટીમાટે જાણકારી મેળવી.
શંખ એકત્ર કરવાનો શોખ ભારતમાં તો નહી પરતું દુનિયાના ઘણા અન્ય દેશોમાં જેવા કે ફિલિપિન્સ, પેરીસ, ઇટલી, થાઈલેન્ડ, વીયેટનામ, ઓસ્ટ્રેલિયા વિગેરે દેશોમાં ખુબ પ્રચલિત છે. જેનો લાભ લઈ મેહુલભાઈ અને હિરલબેન દ્રારા ઓનલાઈન ઓકશન અને ફેસબુકના માધ્યમથી દુનિયાના ખૂણે ખૂણેથી સંપર્ક કરી વેચાણથી કે અન્ય શંખ એકત્ર કરવાનો શોખ ધરાવતા લોકો પાસેથી એક્સચેન્જ કરી આજે 750 થી વધુ પ્રકારના અંદાજીત 5500 જેટલા શંખ-છીપ તેમણે ભેગા કર્યા છે. જેમાં જમીન, નદી, તળાવ અને સમુદ્રમાં રહેતા વિવિધ શંખો-છીપોનો સમાવેશ થાય, જેમાં 5(પાંચ) MM જેટલા નાના શંખથી લઇ આકારમાં 2 ફૂટ જેટલા મોટા શંખ અને 7.5 કિલોગ્રામ વજન ધરાવતી છીપ, કલરમાં લાલ, પીળા, જાંબલી જેવી વિવિધતા, કદરૂપાથી લઇ મનને મોહીલે એવા આકારના શંખો-છીપોનો સમાવેશ થાય.
શંખ-સમુદ્રને લગતી માહિતી એકઠી કરવી.
શંખ-છીપ એકત્ર કરવા સુધી પોતાના શોખને સીમિત ન રાખી શંખ-સમુદ્રને લગતી માહિતી ભેગી કરવી, બુકો ભેગી કરવી, એતિહાસિક અને કલ્ચરલની શંખ-સમુદ્ર સાથે જોડાયેલી માહિતી અને સેમ્પલો ભેગા કર્યા તેમજ શંખ-સમુદ્ર પર આધારિત પોસ્ટની ટીકીટો ભેગી કરવાનું પણ સાથે ચાલુ રાખ્યું. અને જ્યારે પૂરતા પ્રમાણમાં માહિતી ભેગી થઈ ત્યારે સમુદ્રના આ અખૂટ ખજાનાનાં જ્ઞાન પૈકી તેમના દ્રારા ભેગા કરેલ આ એક અંશ જેટલી માહિતી તમામ લોકો અને વિદ્યાથીઓને અભ્યાસ સદુપયોગી નીવડે તે પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યા છે. તેમજ સમુદ્ર જીવ સૃષ્ટીની પણ માહિતી રાખવામાં આવી રહી છે.