નડિયાદ ખાતે ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા સ્નેહ સંમેલન યોજાયો
આ સ્નેહ સંમેલન કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ખેડા જિલ્લાના કોર્ડીએટર રાનીબેન ઠાકરે મહેમાનોનું ભાવ ભર્યું સ્વાગત કરાયું.
નડિયાદ ખાતે આંબેડકર હોલમાં ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા સ્નેહ સંમેલન યોજવામાં આવ્યું, જેમાં સંતરામ મંદિરમાંથી પૂજ્ય નિર્ગુણદાસજી મહારાજ, નડિયાદ નગરપાલિકાના પ્રમુખ કિન્નરીબેન શાહ, ગુજરાત રાજ્ય બોર્ડના ઝોન કોર્ડીનેટર પિન્કીબેન તથા મીડિયા કોર્ડીનેટર સોનલબેન વગેરેના કરકમલ દ્વારા દીપ પ્રાગટ્ય કરાયું.
આ સ્નેહ સંમેલન કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ખેડા જિલ્લાના કોર્ડીએટર રાનીબેન ઠાકરે મહેમાનોનું ભાવ ભર્યું સ્વાગત કર્યું. પરમ પૂજ્ય નિર્ગુણદાસજી મહારાજે યોગ વિશે પ્રવચન કરી સૌને આશીર્વાદ આપ્યા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કોર્ડીનેટર પિન્કીબેન એ પણ બધા યોગ સાધકોને સંબોધ્યા હતા. આ કાર્યક્રમમાં ખેડા જિલ્લાના એક્સ કોડીનેટર મીનલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યશસ્વી અને તેજસ્વી ચેરમેન શિશપાલજી એ ઓનલાઇન માધ્યમથી સૌને યોગથી માહિતગાર કરી જીવન માં યોગનું મહત્વ સમજાવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વૃંદભાઈ શાહે કર્યું હતું.
આ કાર્યક્રમમાં અનેક અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને રસપ્રદ બનાવવા માટે મનિષાબેન અને રશ્મિબેન ની ટીમ ના સાધકોએ યોગને લગતી વિશિષ્ટ પ્રસ્તુતિ કરી હતી. મંચ ઉપર યોગ નૃત્ય રજૂ કરવામાં આવ્યું. દીકરી શૈલજા અને દિશા એ સુંદર પ્રસ્તુતિ કરી હતી. વ્રજેશભાઇ અને અન્ય સાધક મિત્રોએ મળીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.કાર્યક્રમના અંતે ડો. સંજય બ્રહ્મભટ્ટે સૌનો હૃદય પૂર્વક આભાર માની આભાર વિધિ સંપન્ન કરી હતી.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प