અખિલ ભારતીય સંત સમિતિના નામનું ખોટું ફેસબુક પેજ બનાવી અશ્લીલ ભાષાની પોસ્ટ વાયરલ કરતાં ગુનો નોંધાયો
કેવલ ગાદીના આચાર્ય પૂ.જગતગુરૂ શ્રીઅવિચલ દેવાચાર્ય મહારાજનો ફોટો તથા સરનામું મૂકી ખોટું પેજ બનાવાયું.
આણંદ તાલુકાના સારસા ગામમાં આવેલ કેવલ જ્ઞાનપીઠ ગુરુગાદી સારસાપુરી ખાતે અજાણ્યા ઈસમે ફેસબુક ઉપર અખિલ ભારતીય સંત સમિતીના નામનું ખોટુ ફેસબુક પેજ બનાવી કેવલ જ્ઞાનપીઠ ગુરૂ ગાદીના આચાર્યશ્રી જગતગુરૂનો ફોટો તથા સરનામું મુકી પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, સાંસદ, વિધાયક, હાઇકોર્ટ, સુપ્રીમકોર્ટના જજ તથા ચીફ જજ વિષે અશ્લીલ ભાષાના પ્રયોગવાળી પોસ્ટ મુકી આખા સંત સમાજને બદનામ કરવાના ઇસદે ફેસબુક ઉપર વાયરલ કરી બદના મ કરતા આ અંગે આણંદ સાયબર ક્રાઈમ પોલીસે ફેસબુક પેજ વાપરનાર ઇસમ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
ફેસબુક પર કેવલ જ્ઞાનપીઠ ગુરૂ ગાદીના આચાર્યશ્રી જગદગુરૂ અવિચલ દેવાચાર્ય મહારાજના નામથી એક ફેસબુક પેજ આવેલ છે. જેનું પ્રોફાઈલ પર Jagadguru shree Avichal devacharya Maharaj shree નામ લખેલ છે. જેના પ્રોફાઈલ પર ગુરૂજીથી અવિચલ દેવાચાર્ય મહારાજની URL- https:// www.facebook.com/d e v acharya maharajshree કરીને છે, જે પેજ ઉપરથી સત્સંગના વીડિયો તથા ફોટાઓ અપલોડ થાય છે.
શુક્રવારના રોજ સવારે આઠેક વાગ્યાના સમયે ફરિયાદી મહેશભાઈ મિસ્ત્રી કેવલ જ્ઞાનપીઠ ગુરૂ ગાદીના આશ્રમ સારસા ખાતે સેવા આપતાં હતાં.તે દરમ્યાન તેમના ફેસબુકમાં જોતાં એક પોસ્ટ તેમના ધ્યાન ઉપર આવેલી. જેમાં હિન્દીમાં પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, જનપ્રતિનીધી એટલે કે સાંસદ, વિધાયક, ગ્રામપ્રધાન વિગેરેને ઉદ્દેશી બિભત્સ તથા અશ્લીલ ભાષામાં ગાળો લખેલ જેથી તેઓએ તે પેજ ખોલીને જોતા પ્રોફાઈલ ઉપર હિન્દીમાં અખીલ ભારતીય સંત સમિતી URL https:// www.facebook.com/akhilbhartiyasaintsamiti હતું. સમિતી સ્વામી વામદેવજી દ્વારા સ્થાપીત તથા વર્તમાન સમયમાં અદયક્ષ અવિચલદાસજી મહાસુજ લખેલ | તેમજ સરનામામાં સારસા, ગુજરાત, ઇન્ડિયા લખેલ. જેના પ્રોફાઈલ પર ગુરુજી પ.પુ. જગતગુરૂશ્રી અવિચલ દેવાચાર્ય મહરાજશ્રીનો ફોટો મુકેલ તથા કવર પેજ ઉપર વૃંદાવન, મથુરા ખાતેના અખિલ ભારતીય સંત સમિતીના આશ્રમના લેટરહેડનો ફોટો ક્રોપ કરીને મુક્યો હતો.જે પેજ પરની બીજી કેટલીય પોસ્ટ જોતાં જુલાઈ ૦૬ના સેજ સુપ્રીમ કોર્ટ, હાઇકોર્ટ, ચીફ જજ વિગેરેને ઉદ્દેશીને અશ્લીલ ગાળો લખેલ તથા મે ૧૧ ૨૦૨૧ના રોજ મુસલમાન,કુરાન,અને આલ્લાહ વિશે ગમે તેવું લખાણ લખેલ હતું. આ બાબતની વાત ફરિયાદી મહેશભાઈ મિસ્ત્રીએ ઉપરોકત ફેસબુક પેજ તથા તેમાં કરેલ પોસ્ટ બાબતે ગુરૂજી અવિચલ દેવાચાર્ય મહારાજશ્રીને કરતાં તેઓએ ઉપરોકત ફેસબુક પેજ આપણું નહીં હોવાનું તથા આવી ફેસબુક પોસ્ટ આપણે નહીં કરેલ હોવાનું જણાવ્યું હતું.
આમ કોઈ અજાણ્યા ઇસમે ફેસબુક ઉપર અખિલ ભારતીય સંત સમિતીના નામનું ખોટુ ફેસબુક પેજ બનાવી જેમાં કેવલ મા જ્ઞાનપીઠ ગુરૂ ગાદીના ચ આચાર્યશ્રી પ.પુ. જગતગુરૂશ્રી અવિચલ દેવાચાર્ય મહારાજશ્રીનો ફોટો તથા સરનામું મુકી પ્રધાનમંત્રી,મુખ્યમંત્રી,સાંસદ, વિધાયક,હાઈકોર્ટ,સુપ્રીમકોર્ટના જજ તથા ચીફ જજ વિશે ગમેતેવી અશ્લીલ ભાષાના પ્રોયોગવાળી પોસ્ટ મુકી તેઓને તથા આખા સંત સમાજને બદનામ કરવાના ઇસમે વાયરલ કરેલ હોવાનું જાણવા મળ્યું હતું.
જેને લઈને મહેશભાઈ સ ચંદુલાલ મિસ્ત્રીએ આણંદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા ફેસબુક પેજ વપરાશ કરનાર વિરુદ્ધ આઈ.ટી એકટ ૬૬(સી) તથા બીએનએસ કલમ ૨૯૬(બી) મુજબ ગુનો નોંધીને આગળની તપાસ કરી છે. આ ગુનાની તપાસ આણંદ સાયબર ક્રાઈમ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સી.પી. ચૌધરી ચલાવી રહ્યાં છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प