સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ મુકામે પ્રાચીન ઐતિહાસિક શ્રી સિદ્ધનાથ મહાદેવ શિવ મંદિર આવેલ છે. આ શિવ મંદિરમાં ભક્તજનોએ શ્રાવણ માસના પહેલા સોમવારની પૂર્વ મધ્યરાત્રીએ શિવજીના દર્શન માટે લાંબી કતાર
લગાવતા ભક્તોનું ઘોડાપુર ઉમટી આવ્યું હતું.
ઓલપાડ તાલુકાના સરસ મુકામે પ્રાચીન ઐતિહાસિક શ્રી સિદ્ધનાથ મહાદેવજીનું શિવ મંદિર આવેલ છે.આ મંદિરનો વહીવટ અંગ્રેજ સરકારના સમયથી નામદાર ઓલપાડ કોર્ટના તાબા હેઠળ હોવાથી આ ટેમ્પલ કમિટીના ચેરમેન ઓલપાડ કોર્ટના ફર્સ્ટ ક્લાસ બીજા સિવિલ જડજ સાહેબ છે.હિન્દુ શાસ્ત્રો મુજબ ભગવાન શિવજીની આરાધના માટે પવિત્ર શ્રાવણ માસ અતિ ઉત્તમ મનાઈ છે.જયારે રવિવારની જાહેર રજાના દિને સુરત શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી શિવભક્તોનું ઘોડાપુર રવિવારની વહેલી સવારથી જ ઉમટી પડ્યું હતું.જેના પગલે સુરત-ઓલપાડ અને સરસ-ઓલપાડ સ્ટેટ હાઇવે ઉપર શિવભક્તોએ બમ-બમ ભોલે,બોલ મારા શિવજીના નાદથી માર્ગ ગજવ્યો હતો. જયારે રવિવારની મોડી રાત સુધી હજારોની સંખ્યામાં શિવભક્તોનું
માનવ મહેરામણ ઉમટી પડતાં ઓલપાડ તાલુકામાં શિવ ભક્તિમયનો માહોલ સર્જાયો હતો.આ ઉપરાંત શ્રાવણ માસનો પહેલો સોમવાર,તા.1 લી ઓગસ્ટના રોજ આવતો હોવાથી કેટલાક શિવભક્તો તો શિવજીના પ્રથમ દર્શન કરી જલાભિષેકનો લાભ લેવા રવિવારની મધરાત્રે જ ઉમટી પડ્યા હતા.