सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ગુજરાત-વલસાડ જિલ્લાની 502 સ્કૂલોમાં 18 હજાર વિદ્યાર્થીની માટે સેનિટરી પેડ વેન્ડિગ-ડિસ્પોઝલ મશીન

રાજ્યમાં પ્રથમવાર શાળામાં 51 લાખના ખર્ચે પ્રોજક્ટ લોન્ચ કરાયો. 18 હજાર વિદ્યાર્થિનીઓ માટે રૂ. 51 લાખના ખર્ચે સેનિટરી પેડ વેન્ડિંગ મશીન અને ડિસ્પોઝલ મશીનની સુવિધા. ઉપલબ્ધ કરાવાઈ.

રિપલભાઈ ઉત્તમભાઈ પટેલ
  • Feb 14 2023 6:36PM
વલસાડ જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી કિશોરીઓમાં તેમના માસિક પીરિયડ દરમિયાન સેનિટરી પેડનો ઉપયોગ કરવા અને તેમના હાઈજેનિક માટે રાજ્યમાં સૌ પ્રથમવાર જિલ્લામાં 502 શાળાઓમાં સેનિટરી પેડ વેન્ડિંગ મશીન અને સેનિટરી પેડ ડિસ્પોઝલ મશીનની સુવિધા રૂ.51 લાખના ખર્ચે ઉપલબ્ધ કરવામાં આવી છે. આના માટે કિશોરી સ્વાભિમાન પ્રોજેક્ટનો લોન્ચિંગ કાર્યક્રમ વલસાડ તાલુકાની ગુંદલાવ પ્રાથમિક શાળામાં ડીડીઓના હસ્તે ખુલ્લો મુકાયો છે ડીડીઓના જણા્વ્યા મુજબ આ પ્રોજેક્ટ હેઠળ જિલ્લાની 18 હજાર વિદ્યાર્થિનીઓને આવરી લેવામાં આવી છે. સેનિટરી પેડ માટેના વેન્ડિંગ મશીન અને ડિસ્પોઝલ મશીનોની વ્યવસ્થા 502 સ્કૂલોમાં આવી છે. સર્વ શિક્ષા અભિયાન હેઠળ પેડ ખરીદી અને વિતરણની 15માં નાણા પંચ હેઠળ ગ્રાંટની જોગવાઈ કરવામાં આવી છે. રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ એડોલેશન હેલ્થ સેલિબ્રેશન ડેના ઉપલક્ષ્યમાં ગામ દીઠ મળતી રૂ.2500ની ગ્રાંટનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત રાષ્ટ્રિય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ જિલ્લાની સ્કૂલોમાં કિશોર અને કિશોરીઓને સેનિટરી પેડની સમજણ અને સ્વચ્છતા જાગૃતિ માટે જિલ્લાના પ્રાથમકિ આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર અને ફિમેલ હેલ્થ વર્કર દ્વારા તાલીમ આપવામાં આવશે.આ પ્રસંગે ડીએચઓ ડો. કિરણ પી. પટેલ, એડીએચઓ ડો. વિપુલ ગામીત, આરસીએચઓ ડો. એ.કે.સિંઘ, એપેડેમિક ઓફિસર ડો.મનોજ પટેલ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સામાજીક પ્રણાલીને ધ્યાને નહિ લો કિશોરી અવસ્થામાં માસિક પીરિયડના સમયે સ્વસ્છતા જળવાય રહે તે માટે સેનિટરી પેડનો ઉપયોગ કરવો જરૂરી છે. પરંપરાગત રીતે સમાજમાં કિશોરીઓના માસિક પીરિયડના દિવસોમાં મંદિરે ન જવાની ચાલી આવતી રૂઢિગત પ્રણાલીને ધ્યાને ન લેતા કિશોરીઓને પોતાની મરજી હોય તો મંદિરમાં જવું હોય તો તેમ કરવાનો આગ્રહ કરી શકાય છે. મનીષ ગુરવાની, ડીડીઓ ,વલસાડ

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें