ગાયકના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો પોસ્ટ કરતા અંશુમને લખ્યું, છઠ્ઠી મૈયાએ માતાને પોતાની પાસે બોલાવી લીધી છે. પ્રખ્યાત લોક ગાયિકા શારદા સિન્હા હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમણે આજે દિલ્હીની એઇમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી બિમાર હતા. તેમજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શારદા સિન્હાને બિહારની કોકિલા કહેવામાં આવતા હતા.
ગત રોજ સારદા સિન્હાની તબિયત લથડી હતી. તેમજ તેમને દિલ્હીની એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમજ તેમના પતિના અવસાનથી તેઓ આધાતમાં હતા અવું પણ જાણવા મળ્યું હતું.
તેમના પુત્ર અંશુમને કહ્યું હતું કે શારદા સિન્હાના તબિયત ખૂબ જ ખરાબ છે. ડોક્ટરોના કહેવા મુજબ હાલ તેમની હાલત ગંભીર હતી.
સપ્ટોમ્બરમાં શારદા સિન્હાના પતિનું 80 વર્ષની વયે બ્રેઇન હેમરેજથી અવસામ થયું હતું. આ યુગલના લગ્નને 54 વર્ષ થયા હતા. અહેવાલાં જાણવામાં આવ્યું છે કે શારદા સિન્હા તેમના પતિના અવસાનથી ખૂબ જ આધાતમાં હતા.
શારદા સિંહાનો જન્મ 1 ઓક્ટોબર 1952ના રોજ બિહારના સુપૌલ જિલ્લામાં થયો હતો. તેમના લગ્ન બેગુસરાય જિલ્લામાં થયા હતા. તેમણે મૈથિલી લોક ગાયિકા તરીકે તેમના કારકિર્દીની શરૂઆત કરી હતી. તે પછી તેમણે હિન્દી, ભોજપુરી અને બજ્જિકા ભાષાઓમાં લોકગીતો પણ ગાયા છે.
બિહારની બહાર દુર્ગા પૂજા અને અન્ય લગ્ન સમારંભો અથવા મોટા કાર્યક્રમોમાં શારદા સિન્હા દ્વારા ગાયેલા ગીતો ખૂબ જ લોકપ્રિય છે. તેમને 1991માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી અને 2018માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. આ સિવાય તેમને બિહાર કોકિલા અને સંગીત નાટક અકાદમી પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. છઠ પૂજા પર ગાયેલા તેમના ગીતો બિહાર અને ઉત્તર ભારતના લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે.