ગુજરાત રાજ્યમાં નવસારી ખાતે આગામી તા.08 થી 10 નવેમ્બર દરમિયાન સવારે 10.00 થી રાત્રે 11.00 સુધી પ્રથમ વખત ઐતિહાસીક આદિવાસી મેળો યોજાશે. જેમનો મુખ્ય હેતુ આદિવાસી યુવાન-યુવતીઓને રોજગારી તેમજ પોતાના ધંધાને વિકસાવવા માટે માર્ગદર્શન આપવાનો છે.
આ વ્યાપાર મેળામાં 150 થી વધારે સ્ટોલ લગાવવામાં આવશે. જેમા વેચાણ બાબતની વિવિધ સામગ્રીનો સમાવેશ કરવામાં આવશે. તેમજ અંદાજીત 50,000 થી વધુ મુલાકાતી આવે તેવી સંભાવના છે. વધુમાં આ મેળામાં 30 થી વધુ સફળ સ્ટોરીનો સમાવેશ થાય છે. જે આદિવાસી યુવાનો તેમજ યુવતીઓ માટે અને અન્ય લોકો માટે પણ પ્રેરણારુપ બનશે.
હસ્તકલા અને ઉત્પાદનો:
આદિવાસી લોકો પોતાના કૌશલ્ય મુજબ વિભિન્ન હસ્તકલા જેવા કે લાકડાના જડીયાં, મણકાં, કાચની દાગીણીઓ, અને કૃષિ ઉત્પાદનો લાવે છે.
આ તમામ વસ્તુઓ બજારમાં વેચવા માટે રજૂ કરવામાં આવતી છે. તેમજ લોકોને આ બાબતે માહિતગાર કરવામાં આવે છે.
આદિવાસી મેળામાં હાજર રહેતા તમામ યુવાઓને નિષ્ણાંતો દ્વારા વિવિધ વિષયમાં માર્ગદર્શ આપવામાં આવશે. તેમજ યુવાઓ રોજગારી ક્ષેત્રમાં વધુમાં વધુમાં જોડાય તેવો પ્રયત્ન કરવામાં આવશે.
આ મેળો ઘોડિયા સમાજ ભવન, સુરખાઇ, ચીખલી, નવસારી ખાતે તા. 08 થી 10 નવેમ્બર દરમિયાન યોજાશે.