सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ખેડા જિલ્લાના નડિયાદની વધુ એક યુવતીએ યોગાસનમાં વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો

પૂર્વાંગી પરીખે યોગદંંડાસનમાં સતત 24 મીનીટ અને 51 સેકન્ડ ટકાવી ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું

યેશા શાહ
  • Nov 6 2024 11:34AM

યોગ, પ્રાણાયામ કરવાથી શરીરની સાથે સાથે માનસિક રીતે પણ વ્યક્તિ સ્વસ્થ અને તંદુરસ્ત બને છે. નડિયાદની વધુ એક યુવતીએ યોગાસનમાં નડિયાદનું નામ રોશન કર્યું છે. પૂર્વાંગી પરીખ નામની યુવતીએ યોગદંંડાસનને સતત 24 મીનીટ અને 51 સેકન્ડ સુધી ટકાવી ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. આ યુવતીએ અગાઉ પણ આ આસનને 15 મીનીટ સુધી ટકાવી નેશનલમાં રેકોર્ડમા નામ નોંધાવ્યો હતું.

નડિયાદમાં કાકરખાડ ચોરા પાસે રહેતી 24 વર્ષિય પૂર્વાંગી અલ્પેશભાઈ પરીખ નાનપણથી યોગાસનમાં રસરૂચી દાખવતી હતી. તેણીએ ચાલુ વર્ષે યોગદંડાસનમાં વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. આ આસનને પૂર્વાંગીએ સતત 24 મીનીટ અને 51 સેકન્ડ સુધી ટકાવી ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. ઓગસ્ટમાં કરેલા આ રેકોર્ડ સંદર્ભે તાજેતરમાં તેણીને સર્ટિફિકેટ અને મેડલ આવતા પરીખ પરિવારમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. મહત્વનું છે કે, આ યુવતીએ અગાઉ પણ આ આસનને 15 મીનીટ અને 15 સેકન્ડ સુધી ટકાવી નેશનલમાં નામ નોંધાવ્યું હતું.

આ આસનથી થતા ફાયદા વિશે પૂર્વાંગીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું કે, આમ તો કોઈપણ આસન કરો તેમાં ફાયદા તો હોય છે. તમામ આસનથી આત્મવિશ્વાસ મજબૂત બને છે માનસિક રીતે તમે સ્વસ્થ રહો છો, પણ વિશેષ રૂપે આ આસનથી પાચન શક્તિમાં સુધારો થાય છે. આ ઉપરાંત પગ, ખભા, હાથના સ્નાયુઓ મજબૂત થાય છે. શરીરમાં લોહીનું પરીબ્રહ્મણ તેજ બને છે જેવા અનેક ફાયદાઓ છે.આ કક્ષાએ પહોંચવા તેણીએ કઠીન પરીશ્રમ કર્યો છે તેમ તેના પિતા અલ્પેશભાઈએ કહ્યું છે. અલ્પેશભાઈ પોતે સોના-ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જ્યારે પૂર્વાંગીની માતા ફાલ્ગુનીબેન ગૃહિણી છે તો પૂર્વાંગીનો ભાઈ પ્રેરીત MCAમાં અભ્યાસ કરે છે. મધ્ય પરિવારમાં દીકરીએ યોગાસનમાં નામના મેળવતા પરીખ પરિવારમાં ખુશીની લહેર દોડી છે.

પૂર્વાંગી પરીખે વર્ષ 2020માં બીકોમ સુધીનો અભ્યાસ પુરો કર્યો હતો. આમ તો તેણીને ધોરણ 8થી યોગાસનમા જીગ્નાશા જાગી હતી. જેથી માવતરે આ દીશામાં નાનપણથી જ પાપાપગલી કરાવી હતી. ગ્રેજ્યુએશન થયા બાદ પૂર્વાંગી હાલ ઘરે યોગાના ક્લાસ પણ કરાવે છે સાથે સામાજિક સંસ્થાઓમાં પણ યોગાસનની સેવા આપી રહી છે. તેણીએ પોતાનો ગોલ યોગમાં આગળ વધાવાનો જણાવ્યો છે જે દીશામાં તેણીએ મહેનત પણ આરંભી દીધી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार